ડોલર વિરૂદ્ધ રૂપિયો ૭૧.૭૫ની સપાટી ઉપર

0
299

અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૧.૯૭ની નીચી સપાટીએ પહોંચી ગયા બાદ ભારતીય રૂપિયો ૨૦ પૈસા રિકવર થઈને અંતે ૭૧.૭૫ની સપાટીએ રહ્યો હતો. આજે સવારે રૂપિયો એક વખતે ૭૨ સુધી પહોંચી ગયો હતો. ઈન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ક્રુડ ઓઈલની કિંમતમાં વધારા વચ્ચે રૂપિયો ૭૧.૯૭ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આજે રૂપિયો ૧૮ પૈસા સુધરીને ૭૧.૪૦ની સપાટીએ ખુલ્યો હતો. છેલ્લા ચાર સપ્તાહના ગાળામાં જ બ્રેન્ટમાં ઉલ્લેખનિય ઉછાળો નોંધાયો હતો. તેમાં ૧૩ ટકાનો ઉછાળો નોંધાયો છે. તેની કિંમત પ્રતિ બેરલ ૭૦ ડોલરથી વધીને ૭૯ સુધી પહોંચી ગઈ છે. જેના પરિણામ સ્વરૂપે રૂપિયા ઉપર દબાણ આવ્યું છે. રિઝર્વ બેંક હાલમાં વહેલીતકે દરમિયાનગીરી કરવાના મૂડમાં નથી. આરબીઆઈ દ્વારા આગામી સપ્તાહમાં વર્તમાન ખાતાકીય ખાધના આંકડા જારી કરવામાં આવી શકે છે. જે ૪.૫ વર્ષમાં સૌથી ઉંચી સપાટી રહી શકે છે. ઓગષ્ટ મહિનામાં ડોલરની સામે રૂપિયામાં ૩.૩ ટકાનો ઘટાડો થયો હતો. આવી જ રીતે એક વર્ષ અગાઉની તુલનામાં તેમાં ૧૨ ટકા સુધીનો ઘટાડો થયો છે. ડોલર માટેની માંગણી બેંકો અને આયાતકારો તરફથી અવિરત રહી હતી. બેંકો અને આયાતકારો તરફથી ડોલર માટેની માંગણી અકબંધ રહી હતી. ઓઇલ રિફાઈનરી માટેની માંગ અકબંધ રહી હતી. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમત જોવા મળી રહી છે.આયાતકારો તરફથી મહિનાના અંતમાં ડોલર તરફથી  માંગ જોવા મળે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ છેલ્લા કેટલાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. આના પરિણામ સ્વરુપે રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. રૂપિયાના અવમૂલ્યાનના સંદર્ભમાં પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આર્થિક બાબતોના સેક્રેટરી એસસી ગર્ગે આજે કહ્યું હતું કે, ડિમાન્ડ અને સપ્લાયમાં અંતરના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે પરંતુ રૂપિયો ટૂંકમાં સ્થિર થઇ જશે.  પ્રથમ ત્રણ મહિનામાં દેશમાંથી વિદેશી રોકાણકારોએ નવ અબજ ડોલર પાછા ખેંચી લીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, છેલ્લા થોડાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતમાં વધારો થયો છે. આના લીધે પણ રૂપિયા ઉપર તીવ્ર દબાણ આવ્યું છે. કરન્સીમાં ઘટાડો થવા માટે સ્થાનિકની સાથે સાથે બહારના પરિબળો જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here