હત્યાના આરોપીઓને જિલ્લા જેલમાં હથિયારો સાથે મળવા આવેલ ૩ જબ્બે

0
3616

તળાજામાં પૂર્વ નગરસેવકની હત્યાના આરોપીઓને જિલ્લા જેલમાં હથિયારો લઈ મળવા આવેલ ૩ શખ્સોને એસઓજી ટીમે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો નાસી છુટ્યા હતા.

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારને બાતમી મળેલ હતી કે, તળાજામાં થોડા દિવસ પુર્વે ચીનુભાઇ  પઠાણનું મર્ડર થયેલ હતું તેના આરોપીઓ ઇર્શાદ તથા બીજા આરોપીઓ જીલ્લા જેલ ભાવનગર ખાતે છે તેની મુલાકાતે તળાજા, મહુવા, ભાવનગરના પાંચ ઇસમો ઇન્ડીકા કાર તથા મોટર સાયક્લ-૨ લઇને આવેલ છે. તેઓ પાસે પિસ્ટલો, છરીઓ, લાકડીઓ, લોખંડના પાઇપ છે. જે હકિકત આધારે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર તથા સ્ટાફે તપાસ કરતા પાંચ ઇસમો પૈકી બે ઇસમો એક મો.સા. લઇને ભાગી ગયેલ જ્યારે ત્રણ ઇસમો પકડાઇ ગયેલ જુબેરભાઇ હશનભાઇ હમદાની રહે. ગોળ બજાર આંબલીવાળો ખાંચો મહુવા, મહંમદખાન અશરફખાન પઠાણ રહે.રૂવાપરી રોડ, કાગદીવાડ મસ્જીદ પાસે મુળ તળાજા, તલહાખાન અશરફખાન પઠાણ રહેવાસી રૂવાપરીરોડ, કાગદીવાડ, મસ્જીદ પાસે અને જાબીર ઉર્ફે ભુરો દાઉદભાઇ બેલીમ રહે. મહુવા, અબ્બાસ દાઉદભાઇ બેલીમ રહે. મહુવાવાળા નાસી છુટ્યા હતા.  પકડાયેલ આરોપીઓ  પાસેથી લોડેડ પિસ્ટલ નંગ-૨ તથા જીવતા કાર્ટીશ નંગ-૬ તથા છરીઓ નંગ-૨ તથા કુંડલીવાળી લાકડી-૧ તથા લોખંડનો પાઇપ-૧ તથા ઇન્ડીકા કાર-૧ તથા સાઇન મો.સા.-૧ મળી કુલ રૂપિયા ૧,૯૯,૩૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. પકડાયેલ તથા નાશી ગયેલ આરોપીઓ સામે આર્મ્સ એકટની કલમો તથા હથિયાર બંધીના જાહેરનામા ભંગ બદલની કલમો તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. ના હેડ કોન્સ.યોગેન્દ્રસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી. પરમાર ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here