હૈદરાબાદના નિઝામના ખજાનમાંથી અત્યાર સુધી ૩૩ હજાર કરોડની વસ્તુઓ ચોરાઈ!!

0
755

તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં આવેલા નિઝામના મ્યુઝિમમાંથી સોનાના ચા પીવાના કપ અને સોનાના ટિફિન બોક્સની તાજેતરમાં થયેલી ચોરી બાદ આ મ્યુઝિયમ ફરી ચર્ચામાં આવ્યુ છે.

હેદ્રાબાદના નિષ્ણાતોનુ જો માનવામાં આવે તો નિઝામના બેશકિમતી ખજાનામાંથી અગાઉ પણ ચોરી થયેલી છે અને અત્યાર સુધીમાં ચોરાયેલી કેટલીક વસ્તુઓની ગણતરી કરવામાં આવે તો તેની કિંમત ૩૩૦૦૦ કરોડ રુપિયા સુધી પહોંચી શકે છે.

જેમ કે તાજેતરમાં ચોરાયેલા સોનાના ટી કપ અને ટિફિન બોક્સની ઈન્ટરનેશનલ માર્કેટમાં લગભગ ૧૧૦૦૦ કરોડ રુપિયાની વેલ્યુ હોઈ શકે છે.આ સીવાય નિઝામના હિરા અને સોનામહોરનો કોઈ અતો પતો નથી.આ ડાયમંડ ૭૦ વર્ષ પહેલા અને સોનાની મહોર ૩૨ વર્ષ પહેલા છેલ્લા દેકાઈ હતી.

નિઝામના બેશકિંમતી શુઝ કેનેડાના ટોરન્ટો સ્થિત મ્યુઝિયમમાં પહોંચી ગયા છે.હૈદ્રાબાદના નિઝામ ઉસ્માનઅલી ખાનની મોત બાદ સંખ્યાબંધ વસ્તુઓ ચોરાઈને અથવા તો ગેરકાયદે રીતે દેશની બહાર પોહંચી ચુકી છે.જેમાં કલાકૃતિઓ, જ્વેલરી, ક્રોકરી, ઝુમ્મર, શુઝ, કિંમતી સ્ટોન્સ, ડાયમન્ડ અને ફર્નિચર મળીને ૬૦૦૦૦ વસ્તુઓનો સમાવેશ થાય છે.

ઈતિહાસકાર ડો.સૈફુલ્લાહનુ કહેવુ છે કે નિઝામ પાસે ૪૦૦ ટન સોનુ અને ૩૫૦ કિલો વજનના ઉંચા દરજ્જાના હીરા હતા.૧૯૮૬માં નિઝામની સોનાની મહોરને સ્વિત્ઝરલેન્ડમાં લીલામ કરવા મુકાઈ ત્યારે તેની પ્રારંભિક કિંમત ૮૩ લાખ અમેરિકન ડોલર આંકવામાં આવી હતી.એ પચી આ માહોલ દેખાઈ નથી.તેનુ વજન ૧૧ કિલો છે.જે દુનિયાની સૌથી મોટી સોનામહોર ગણાય છે.આજે તેની કિંમત ૮૦૦૦ કરોડ રુપિયા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here