લોકશાહીને બચાવવી શસ્ત્રદોડમાં સામેલ થવા જેવું છે : ઝકરબર્ગ

722

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યુ છે કે સોશયલ મીડિયા પર નકલી ખબરો ફેલાવનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેવામાં લોકશાહીને બચાવવી શસ્ત્રદોડમાં સામેલ થવા જેવું છે. તેમણે કહ્યુ છે કે ફેસબુકની કોશિશો છતાં સોશયલ મીડિયા પર એવા લોકો છે કે જેમની પાસે નાણાની કોઈ અછત નથી અને તેઓ સમયની સાથે ચાલાક થઈ રહ્યા છે.

આવા લોકો સાથે મુકાબલો કરવા માટે આપણે દરરોજ તકનીકીપણે વધારે મજબૂત થવું પડે છે. ઝકરબર્ગે કહ્યુ છે કે જ્યારે તેઓ લોકોને જોડવાની કોશિશ કરે છે.. તો તમારે અચ્છાઈની સાથે સેવાઓને ખરાબ કરનારા પણ દેખાતા હોય છે. ફેસબુકમાં તેમની જવાબદારી છે કે તેઓ સારા અને ખરાબને અલગ કરે.

ઝકરબર્ગનું કહેવું છે કે સ્વતંત્ર અને તટસ્થ ચૂંટણી દરેક લોકશાહીમાં મહત્વપૂર્ણ છે. ૨૦૧૬ની ચૂંટણી દરમિયાન તેમણે ફેસબુક દ્વારા આવા ઘણાં સાઈબર એટેકને નિષ્ફળ બનાવ્યા હતા. પરંતુ તેઓ એ જાણકારી મેળવવામાં નિષ્ફળ ગયા હતા કે અમેરિકાની લોકશાહીની પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે કેટલાક લોકો બહાર કામ કરી રહ્યા છે.

બાદમાં તેમણે સતત ચૂંટણીઓમાં છેડછાડની કોશિશો કરનારાઓની વિરુદ્ધ સુરક્ષા વધારી છે. આ વર્ષે કેટલાક રિપોટ્‌સમાં ખુલાસો થયો હતો કે ફેસબુક દ્વારા હેકર્સે અમેરિકાની ચૂંટણીઓને અસરગ્રસ્ત કરી હતી. તેના માટે ઝકરબર્ગને અમેરિકાના સાંસદોના સવાલોનો સામનો કરવો પડયો હતો.

Previous articleમિશન-૨૦૧૯ : ૩૫૦ લોકસભા મત વિસ્તારમાં મોદી રથ ફરશે
Next articleરિચા ચડ્ડા પોતાની નવી ફિલ્મ લવ સોનિયાને લઇ આશાવાદી