રિચા ચડ્ડા પોતાની નવી ફિલ્મ લવ સોનિયાને લઇ આશાવાદી

0
507

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અભિનેત્રી રિચા ચડ્ડાની નવી ફિલ્મ લવ સોનિયા હવે રજૂ કરવામાં આવનાર છે. માનવ તસ્કરી પર આધારિત આ ફિલ્મ સમાજને વાસ્તવિકતાથી વાકેફ કરાવશે. નિર્દેશક તબરેજ નુરાની દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. લવ સોનિયા ટુંક સમયમાં જ દેશભરના સિનેમાહોલમાં રજૂ કરવામાં આવનાર છે. લવ સોનિયામાં પ્રમુખ ભૂમિકા અદા કરી રહેલી રિચાએ કહ્યુ છે કે ફિલ્મમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. ફિલ્મ સમાજને એક એવા વિષયથી વાકેફ કરાવશે જે કડવી વાસ્તવિકતા તરીકે છે. રિચા આ  ફિલ્મમાં તેના દ્વારા હજુ સુધી અદા કરવામાં આવેલી ભૂમિકા કરતા અલગ ભૂમિકામાં નજરે પડનાર છે. તે પ્રથમ વખત આ પ્રકારની પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે. લવ સોનિયાના સંબંધમાં રિચાએ કહ્યુ છે કે નિર્દેશક તબરેજ નુરાની પોતાના કામ પ્રત્યે હમેંશા સમર્પિત રહે છે. તેમની સાથે કામ કરીને તે ભારે ખુશ છે. તેમની પાસેથી અનેક નવી બાબતો જાણવા મળી છે. સમાજમાં કેટલીક નબળાઇ પણ આ ફિલ્મમાં દર્શાવાઇ છે. સમાજમાં રહેલી આ નબળાઇના કારણે જ બાળકો કેટલીક જટિલ સમસ્યામાં ઘેરાયેલા રહે છે. લવ સોનિયાના વિષયને લઇને રિચાએ કહ્યુ છે કે તે આ ફિલ્મના વિષયને લઇને પહેલાથી જ ઉત્સુક હતી. પોતાના રોલના સંબંધમાં વાત કરતા રિચાએ કહ્યુ હતુ કે તેની ભૂમિકા ફિલ્મમાં ખુબ ટફ છે. ખુબ મહેનત કરવામાં આવ્યા બાદ ફિલ્મની પટકથા લખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here