બાટલા હાઉસ ફિલ્મમાં કામ કરવા જોન આખરે માન્યો છે

0
482

સત્યમેવ જયતે ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન અબ્રાહમની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જહોન હવે વધુ એક મોટી ફિલ્મ બાટલા હાઉસ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. તાજેતરમાં જ મનોજ વાજપેયીએ આગામી ફિલ્મ ગલિ ગુલિયાની સ્પેશિયલ સ્કેનિંગમાં જહોન અબ્રાહમ મિડિયાની સમક્ષ હાજર રહ્યો હતો. એ વખતે જહોને કહ્યુ હતુ કે તે નવી ફિલ્મ કરવા જઇ રહ્યો છે. તેની નવી ફિલ્મ હવે બાટલા હાઉસ છે. પહેલી નવેમ્બરથી આ ફિલ્મનુ શુટિંગ ચાલનાર છે. સતત શુટિંગ કરવામાં આવ્યા બાદ પાંચમી જાન્યુઆરી સુધી શુટિંગ કરવામાં આવનાર છે. તેનુ શુટિંગ જ્યાં સુધી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી શુટિંગ કરવામાં આવનાર છે. તે આગામી વર્ષે ૧૫મી ઓગષ્ટના દિવસે ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. આ તમામ બાબતો યોજનાપૂર્વક આગળ વધી રહી છે. ફિલ્મને લઇને વધારે શોધની જરૂર દેખાઇ રહી છે. જહોન અબ્રાહમે રો, પરમાણુ અને મદ્રાસ કાફે જેવી ફિલ્મ કરી છઠે. વર્કશોપ આ તમામ ફિલ્મમો માટે કરવામાં આવ્યા બાદ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેનુ કહેવુ છે કે વર્કશોપ ભૂમિકામાં નવા પ્રાણ ફુંકી દેવામાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here