વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ, અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ

0
673

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુરૂવારે ભારતને બે મેડલ મળ્યા. ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધાના જુનિયર વર્ગમાં શૂટર સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. કોરિયાના હોજિન લિમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો.

સૌરભ ચૌધરીએ ૫૮૧નો સ્કોર કરીને ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું. ફાઇનલમાં તે પોતાના છેલ્લા શોટ પર ૧૦નો સ્કોર ન કરી શક્યો, પરંતુ તે છતાંપણ તે વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો હતો. તેણે પાંચ શોટ્‌સની બીજી સીરીઝની સાથે લીડ મેળવી અને ગોલ્ડ પોતાને નામ કરી લીધો.

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુરૂવારે ભારતને બે મેડલ મળ્યા. ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધાના જુનિયર વર્ગમાં શૂટર સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here