બીબીએ કોલેજનાં વિદ્યાર્થીઓની હાર્ટફૂલનેસ સંસ્થામાં સફળ ઇન્ટર્નશીપ સંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

0
692

કડી સર્વવિશ્વ વિદ્યાલય સંલગ્ન બી. પી. કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીઍ) નાં ૬૩ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સેમીનારમાં ઇન્ટર્નશીપ માટે તેલંગાણા સ્થિત હૈદરાબાદ જીલ્લામાં આવેલ કાન્હા ખાતે  સફળતા પૂર્વક સંપન્ન કરી હતી.

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ ઉપરોક્ત ઇન્ટર્નશીપ માં પસંદગી પામ્યા તે કોલેજ માટે ગૌરવ ની બાબત છે. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પરત આવ્યા બાદ તેઓ ના પ્રેજન્ટેશન કોલેજ દ્વારા રાખવા માં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ એ પોતે મેળવેલી તાલીમ બાબતે ઓડિયો વિઝ્‌યુઅલ તેમજ  તેમના અનુભવો ની મૌખિક રજૂઆત કરવા માં આવી હતી. તેઓ એ મેળવેલ આંતરરાષ્ટ્રીય સ્ટાર ના પ્રમાણપત્રોનું વિતરણ પણ ઉપરોક્ત કાર્યક્રમમાં થયું હતું.

કાર્યક્રમમાં હાર્ટફુલનેસ સંસ્થા તરફ થ એકતાબેન, કેજલભાઈ, ઉમેશભાઈ કોલે સહીત ના મહાનુભાવો વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા. જયારે કોલેજ તરફથી આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ તેમજ ઉપાચાર્ય પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટીના હેડ ડો. જયેશ તન્ના સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હર હમેશ નવીન તક માટે તત્પર રહેવા જણાવ્યું હતું. જયારે ડો. જયેશ તન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ના પ્રેઝન્ટેશન બાબતે ઉપયોગી સૂચનો કર્યા હતા. અને કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સમગ્ર તાલીમ દરમ્યાન અનેક વિષયો બાબતે અનુભવ મેળવ્યો જે તેઓને જીવન પર્યંત ઉપયોગી થશે. ભવિષ્ય માં પણ વિદ્યાર્થીઓ ને આવી તક મળે તો અભ્યાસ ની સાથેસાથે પ્રાયોગિક તાલીમ નું ઉત્તમ પ્લેટફોર્મ બનશે.કાર્યક્રમ નું સંચાલન ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવા માં આવ્યું હતું. જયારે આભાર પ્રસ્તાવ ડો.આશિષ ભુવા દ્વારા રજુ કરવા માં આવ્યો હતો.

કૉલેજ તરફથી કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય ડૉ.રમાકાન્ત પ્રસ્ટી, ટ્રૅનિંગ અને પ્લેસમેંટના હેડ ડૉ. જયેશ. જે. તન્ના, ડો. આશિષ ભુવા, ધર્મેન્દ્ર રાઠોડ તેમજ કૉલેજ પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here