સરકારે બનાવેલા નવા ફલેટોમાં પાણીના કકળાટથી કર્મચારીઓ પરેશાન

0
470

સચિવાલય સહિતની શહેરની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સરકારી વસાહતો બનાવાઇ છે. વર્ષો જૂના ખખડધ બનેલા સરકારી ક્વોટર્સમાં જીવના જોખમે કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમને સુવિધાઓ સરકાર આપી શકતી નથી. ત્યારે મંત્રીએ ખુલ્લા મુકેલા સેક્ટર ૨૯ના વંદેમાતરમ્‌ ફ્‌લેટમાં પગલા ભૂસાયા નથી, તેવી વસાહતમાં રહેતા કર્મચારીઓને ભર ચોમાસે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

સામાન્ય રીતે પાટનગરમાં પાણીની ખૂબ જ ઓછી જોવા મળે છે. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં અને ઉનાળાના સમયમાં સમસ્યા સર્જાય છે. પરંતુ ચોમાસુ ચાલુ છે અને નવા બનાવેલા સેક્ટર ૨૯ના વંદેમાતરમ ફ્‌લેટમાં છેલ્લા એક સપ્તાહથી પાણીની રામાયણ જોવા મળી રહી છે. ત્યારે જન્માષ્ટમી સહિતના તરેવારના સમયમાં પાણીનો કકળાટ સર્જાયો છે. મંગળવારે પણ સવારે મહિલાઓને ટેન્કર બોલાવી પાણીનો સંગ્રહ કરવો પડ્‌યો હતો.

ગાંધીનગરના ઇતિહાસમાં પહેલુ બનેલુ સેક્ટર ૨૯મા હવે પારાવાર સમસ્યાઓ ઉભરી રહી છે. ત્યારે છ મહિના પહેલાની કોલોનીમાં કર્મચારીઓ નવા મકાન જોઇને રહેવા પડાપડી કરતા કર્મીઓને હવે પસ્તાવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સરકાર પણ આ બાબતે કોઇ કાયમી નિરાકરણ લાવે તેવી માંગ કરાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here