સાડા પાંચ હજાર વર્ષ પહેલાનું પાંડવ સ્થાપીત ભીમનાથ મહાદેવ

2340

આશરે સાડા પાંચસો વર્ષ પહેલા રાજસ્થાન તરફથી દશનામ ગૌસ્વામી મહંત તેમની જમાત સાથે યાત્રા અર્થે જુનાગઢ જતા માર્ગમાં અત્યારે જયા શ્રી ભીમનાથજીનું પ્રસિધ્ધ મંદિર છે ત્યાં પહોચ્યા અને તેઓની સાથે ગાયો પણ ત્હતી તેમાની એક ગાયનું નામ પિયોળ હતું હાલમાં જયા ભીમનાથ દાદાનું શિવલીંગ છે અને પાસે જ જાળ (વરખડી)નું પ્રાચીન વૃક્ષ છે. તેની નીચે ઉભી રહી હતી અને તેના આંચળમાંથી દુનો સ્વયં અભિષેક થતો હતો. મહંતની આ પ્રિય ગાયનું સંપુર્ણ દુધ અભિષેક થઈ જતું હોવાથી મહંત દ્વારા શંકા ગઈ કે નક્કી મારી આ પ્રિય ગાય પિયોળનું દુધ કોઈ દોહી જાય છે. આશંકાથી મહંતે સવારથી જ આ ગાયનો પીછ કરવાનું મનોમન નક્કી કર્યુ અને એક દ્યીવસ પ્રાત સ્વનજરે આ ચકીત કરનાર દ્રશ્ય જોયું અને આ પીયળો દ્વારા વરખડીના વૃક્ષ નીચે અભિષેક થતો જોઈ અનેક વિચારો સાથે મહંત રાત્રે નિદ્રાધીન થયા હતાં.

સ્વપ્નમાં શ્રી આશુતોષ ભગવાન સન્મુખ થયા તેમણે પીયોળ ગાયના દુધના સ્વયંમ અભિષેકનું રહસ્ય ખોલ્યું અને તે વિશે મહીમાં સંભાળ્યો અને ભગવાન શ્રી શિવે મહંતશ્રીએ ત્યાં રોકાઈ જઈ પોતાના પ્રાચિન મહાભારત સમયમાં શિવલીંગને સમય જતા માટીમાં દટાઈ ગયેલ જે પ્રગટ કરવાનું સુચવ્યું આ સાંભળી મહંત દ્વારા શિવજીએ જણાવ્યા મુજબ જગ્યા પર વરખડીના વૃક્ષ નીચે જઈ ત્યાં સાફ સફાઈ કરી જયા પીયોળ દુધનો અભિષેક કરતી આ જગ્યા પરની માટી કાઢવાનું કાર્ય શરૂ કર્યું અને આ પવિત્ર પાંડવ પુજીત શિવલીંગ પ્રગટ કર્યું.

સાડા પાંચ હજાર વર્ષ પહેલા દ્વાપર યુગમાં અંતમાં મહા પરાક્રમી પાંડવો ઈન્દ્રપ્રસ્તમાં તથા કૌરવો હસ્તીનાપુર શાસન કરતા હતા બંને પીતરાઈ ભાઈઓમાં વેમન્યસ્ય જનમ્યું અને કૌરવો દ્વારા પાંડવોને પરેશાન કરવાનું શરૂ કર્યુ અને જુગટુ રમવા આમંત્રીત કર્યા તે સમયની રાજય પ્રણાલિકા મુજબ આમંત્રણ સ્વીકારી ઈન્દ્રપ્રસ્ત પહુચ્યા ત્યા દુર્યોધન દ્વારા આવકાર્યા અને મામા શકુની દ્વારા જુગટુ રમતમાં છળકપટનો આશ્રમય લઈ જયેષ્ઠ પાંડુપ્તર યુધીષ્ઠીરને પરાસ્ત કર્યા અને તેના ધન સંપતી તથા સેના હારી ગયા આમ દરેક વસ્તુ હારી ગયા બાદ શરતોને આધીન પાંડુપુત્રોને પહેરેલ કપડે બાર વર્ષ વનવાસ જવું પડયું તેમાં એક વર્ષનો ગુપ્ત વાસ પણ ભોગવવાનો હતો.

આ છેલ્લા ગુપ્ત વનવાસ સમયે પશ્ચિમ ભારત ભ્રમણ દરમિયાન તેઓ અત્યારે જયા ભીમનાથ મહાદેવની જગ્યા છે. ત્યાં આવી ચડ્યા શિવમાં અતુટ શ્રધ્ધા ધરાવનાર બાણાવાળી શ્રી અર્જુને પણ વ્રત હતુ કે મહાદેવની પુજા કર્યા સિવાય જમવું નહીં પરંતુ આ જગ્યા પર કયાય શિવજીનું મંદિર કે લીંગ  બતાઈ નહી ત્યારે ગાદાધારી ભીમ જે અતી બળવાન તથા વિશાળ શરીરવાળો હતા. તેમનાથી આ ક્ષુધા સહન ન થતા એક યુક્તિ અજમાવી એક વરખડી (જાળ)ના વૃક્ષ નીચે એક શિવલંગ કાર પાષણ ચડાવી પછી સૌ કુટુંબીજનોને લઈ બતાવ્યું કોઈ અલ્પ સમય પહેલા જ પુજા કરીને ગયુ હોય તેવું દ્રશ્ય હતું મહાશિવભક્તિ ધરાવનાર અર્જુન પાસે જે પુજન સામગ્રી હતી તેના દ્વારા પુજન કર્યુ તથા બાજુમાં વહેતી પવિત્ર નદી શ્રી નાલિકા નદીમાંથી જળ લાવી શિવજીને જળાભીષેક કર્યો અને બાદ ભોજન કર્યું.

પછી એકાએક ભીમે પ્રચંડ હાસ્ય વચ્ચે કહ્યું કે આ શિવલીંગ પોતે ઉપજાવી કાઢયું હતું. અર્જુને કરેલ પુજા ખોટી હતી તે વ્યર્થ ગઈ છે. તેમનું પ્રણ તુટી ગયું છે. તેમ કહેતા પ્રણ તુટવાના દુઃખથી અર્જુન ચીંતીત થઈ અશ્રુભીની આંખે શિવજીની પ્રાર્થના કરવા લાગ્યા અને કર્ણભેદી અવાજ સાથે ભીમ દ્વારા બનાવેલ પાષાણમાંથી દુધની ધારાઓ વચ્ચે ભગવાન શિવ પ્રગટ થયા આ જોઈ ભીમને ઘણો જ પ્રસ્તાવો થયો અને મહાદેવની ક્ષમા માંગી અર્જુનની ભક્તિથી ભગવાન શિવ દ્વારા ભીમને ક્ષમા આપી હતી અને આર્શિવાદ આપ્યાં. હાલ ઉનાળામાં ચૈત્ર-વૈશાખ માસમાં આ વરખડીના વૃક્ષમાંથી સફેદ ખાંડ જેવો પદાર્થ ઝરે છે અને ભક્તો પ્રસાદી ગ્રહણ કરે છે.

Previous articleહિંમતનગર ખાતે ઇન્ડીયન પોસ્ટ બેકનો પ્રારંભ
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી