નંદકુંવરબા મહિલા કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

1161

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુળભુત ભારતીય સંસ્કૃતિની પરંપરાએ ગુરૂ-શિષ્યની પરંપરા રહી છે. પ્રાચીન શિક્ષણ પધ્ધતિમાં સંસ્કાર સાથેના શિક્ષણનું સિંચન થાય અને વિદ્યાર્થીમાં સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપવામાં આવતું.

આપણી એક જ એવી સંસ્કૃતિ છે કે જેમાં ગુરૂ-શિષ્યને બંનેને સિક્કાની એક બાજુએ તોળવામાંદ આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી પ સપ્ટેમ્બર સોમવારના રોજ શિક્ષક દિવસ નિમિત્તે નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ પોતે શિક્ષક બનીને ઉજવણી કરી હતી. આ દિવસે તમામ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર સાડી પહેરીને શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું  સંચાલન અને આયોજન કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Previous articleસાડા પાંચ હજાર વર્ષ પહેલાનું પાંડવ સ્થાપીત ભીમનાથ મહાદેવ
Next articleખેડુતોના દેવામાફીની માંગ સાથે ધંધુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર