ગુજરાતના દસ આર્ટીસ્ટોનું રાજ્યપાલના હસ્તે સન્માન

1222

૮ માર્ચ-ર૦૧૭ના રોજ નારીશક્તિ આયોજીત રરર મહિલા આર્ટીસ્ટના મેગા પ્રદર્શન બદલ ૩ રેકોર્ડ નોંધાયા હતા. આ ૩ રેકોર્ડ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. જ્યારે ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે ગુજરાતના ૧૦ આર્ટીસ્ટોને સન્માનવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરના ૪ આર્ટીસ્ટો અજય જાડેજા, અજય ચૌહાણ, અશોક પટેલ અને પ્રિયાબા જાડેજાનો સમાવેશ થયો છે. જ્યારે અન્યમાં શબનમ ડામર-જુનાગઢ, માનસી દિવાકર-આણંદ, શિતલ સરવૈયા-આણંદ, કિંજલ ઓડેદરા-પોરબંદર, ક્રિપા નથવાણી-રાજકોટ, પીનાઝ સુરાની-રાજકોટ વગેરેનો સમાવેશ થયો છે. આગામી વર્ષ-ર૦૧૯ના ૮ માર્ચમાં ગુજરાતના ૩૩૩ મહિલા આર્ટીસ્ટોનું મેગા પ્રદર્શન યોજાશે. જેમના માટે રાજ્યપાલે અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleસનાતન પ્રા. શાળા, બાલમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની થયેલી ઉજવણી
Next articleએન.જે. વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો