પેટ્રોલમાં ૩૬ પૈસાનો અને ડિઝલમાં ૪૦ પૈસાનો વધારો

1542

દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વૃદ્ધી થઈ રહી છે. ૬ સપ્ટેમ્બર ગુરૂવારે સતત સાતમાં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૩૬ પૈસાનો વધારો પ્રતિ લિટર અને ડિઝલમાં ૪૦ પૈસાનો વધારો પ્રતિ લિટરે થયો છે. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૯.૫૧ થયો છે. તો ડિઝલના ભાવ ૭૧.૫૫ પ્રતિ લિટર પહોંચ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૬.૯૧ થયો છે. તો ડિઝલના ભાવ ૭૫.૯૬ પ્રતિ લિટરે પહોંચ્યો છે. છેલ્લા ૬ દિવસથી સતત વધતા ડિઝલના ભાવને કારણે કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે ડિઝલની કિંમત ૨૮ પૈસા પ્રતિ લિટરના વધારા સાથે કિંમત ૭૦.૨૧ પહોંચી હતી.  દિલ્હીમાં અ પહેલા ૨૮ ઓગસ્ટે ડિઝલની કિંમત ૬૯.૬૧ રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી હતી. રવિવારે ડિઝલની કિંમત ૭૦.૭૬ રૂપિયા પ્રતિ લિટર પહોંચી હતી.

દિલ્હી સિવાય આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર સામે રૂપિયો સતત ગગડતા તેમજ ક્રૂડની કિંમતમાં વધારો થતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતમાં વધારો થતા ભારતીય બજારમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે.

Previous articleતેલંગાણામાં વિધાનસભાને ભંગ : ચૂંટણી માર્ગ મોકળો
Next articleકાબુલમાં બે આત્મઘાતિ હુમલામાં ૨૦નાં મોત, ૫૦થી વધુ ઘાયલ