વધુ એક અભિનેત્રીનું રહસ્યમય મોત, હોટલમાંથી શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો મૃતદેહ

1362

બંગાલી ફિલ્મો અને ધારાવાહિકોની પ્રસિદ્ધ અભિનેત્રી પાયલ ચક્રવર્તી સિલીગુડીની એક હોટલમાંથી મૃત હાલતમાં શંકાસ્પદ સ્થિતિમાં મળી આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે તેને હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. બુધવારે તે ગંગટોક જવાની હતી. હોટેલના સ્ટાફે નિયમિત ચેકીંગ માટે દરવાજો ખટખટાવતા કોઈ જવાબ નહિ મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. જ્યાં આ અભિનેત્રીની લાશ જોવા મળી હતી. પાયલ કોલકાતા નજીકના જાદવપુરમાં રહેતી હતી.ફિલ્મ અભિનેત્રીના પારિવારિક સૂત્રોનું માનીયે તો તેણી લાંબા સમયથી તણાવમાં હતી. લાંબા સમય સુધી ફિલ્મો સાથે જોડાયેલી હોવા છતાં તે મુખ્ય ભૂમિકાથી વંચિત હતી. પાયલે ઘણી ફિલ્મો અને ટેલિવિઝન સિરીઝમાં કામ કર્યું હતું.

તેણે જરોવાર ઝુમકો, ચોકર તારા તૂઈ, ગોયેનડા ગિન્ની જેવા શોમાં કામ કર્યું હતું। હાલમાં તેને ફિલ્મોમાં કામ કરવું શરુ કર્યું હતું. પાયલને એક સંતાન છે, તેણે થોડા સમય પૂર્વે જ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. આ મામલે પોલીસે લાશને તેના તેના કબ્જામાં લઇ જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleકાબુલમાં બે આત્મઘાતિ હુમલામાં ૨૦નાં મોત, ૫૦થી વધુ ઘાયલ
Next articleસૃજન કૌભાંડ : સુશીલકુમાર મોદીની બહેનના ઘરે આઈટીના દરોડા