સૃજન કૌભાંડ : સુશીલકુમાર મોદીની બહેનના ઘરે આઈટીના દરોડા

0
785

બિહારના બહુચર્ચિત સૃજન કૌભાંડની આંચ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીની બહેન સુધી પહોંચી ગઇ છે. ઇનકમટેકસ વિભાગની ટીમે ગુરૂવારના રોજ પટનામાં આ કૌભાંડના સિલસિલામાં દરોડા પાડ્યા. રાજયના પૂર્વ ડેપ્યુટી સીએમ તેસ્વી યાદવે આ વર્ષે સુશીલ મોદીની બહેન અને ભત્રીજા પર કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ મૂકયો હતો. ઇનકમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમ પટનામાં સુશીલ મોદીની બહેન રેખા મોદીના ઘરે પહોંચી હતી.  આઇટી દરોડા દરમ્યાન તેમના ઘરને ખખોળી રહ્યાં છે. દરોડા દરમ્યાન પટના પોલીસની એક ટીમ પણ ત્યાં હાજર છે. દરોડાની કાર્યવાહીમાં તેમના ઘરેથી શું જપ્ત થયું છે તે અંગે પણ હજુ માહિતી મળી નથી. ૨૮મી જૂન ૨૦૧૮ના રોજ આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાની ટ્‌વીટમાં આરોપ મૂકયો હતો કે બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીના બહેન રેખા મોદી અને તેમની ભત્રીજી ઉર્વશી મોદીએ સૃજન કૌભાંડમાં કરોડો ચાઉ કર્યા છે. લેવડ-દેવડની પુષ્ટિ માટે આ બેન્ક સ્ટેટમેન્ટ જોઇ શકે છે. સુશીલ મોદી અને નીતીશ કુમાર ૨૫૦૦ કરોડના કૌભાંડ માટે સીધી રીતે જવાબદાર છે પરંતુ સીબીઆઈએ ના તો તેમનું નામ લીધું છે ના તો તેમની પૂછપરચ્છ કરી છે. કેમ?સૃજન એનજીઓની સ્થાપના મનોરમા દેવીએ કરી હતી અને તેમના મોત બાદ તેમનો દીકરો અને પત્ની આ એનજીઓને ચલાવી રહ્યાં હતા. રિપોર્ટસના મતે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના બેન્ક એકાઉન્ટસમાં રાખેલ સરકારી નાણાંને એનજીઓ સૃજન અને સૃજનના કર્મચારીઓના બેન્ક એકાઉન્ટસમાં ટ્રાન્સફર કર્યા હતા. કેટલાંય સરકારી વિભાગોની રકમ સીધી વિભાગીય ખાતામાં ના જઇને અથવા તો ત્યાંથી કાઢીને સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ નામની એનજીઓના છ ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. સૃજન કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક સરકારી અધિકારીએ ચેક કાપી આપ્યો પરંતુ ખબર પડી કે સરકારી એકાઉન્ટમાં પૈસા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here