વર્લ્ડ ચેમ્પિયનશિપ : જૂનિયર શૂટર હૃદય હજારિકાએ ગોલ્ડ પર સાંધ્યુ નિશાન

0
598

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ભારતને બે ગોલ્ડ મેડલ જીત્યાં. શૂટર હ્રદય હઝારિકાએ ગોલ્ડ મેડલ જીત્યો. તેને ૧૦ મીટર એર રાયફલના શૂટઓફમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું. તો મહિલા ટીમે ૧૦ મીટર એર રાયફલ સ્પર્ધામાં ૧૮૮.૭ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યું.

હઝારિકા અને ઈરાનના આમિર ફાઈનલ રાઉન્ડ સુધી ૨૫૦.૧ પોઈન્ટની સાથે બરાબરી પર હતા. જે બાદ બંને વચ્ચે શૂટઓફ થયું, જેમાં હઝારિકાએ ૧૦.૩ અંક અને આમિરને ૧૦.૨ પોઈન્ટ મળ્યાં. ૦.૧ અંકની સાથે શૂટઓફ જીતીને હઝારિકા ચેમ્પિયન બન્યો. ફાઈનલમાં ક્વોલીફાઈ કરવા માટે તેને ૬૨૭.૩નો સ્કોર કર્યો હતો.

ટીમ સ્પર્ધામાં ૧,૮૭૨.૩ પોઈન્ટ લઈને ભારત ચોથા સ્થાને રહ્યું. ભારતીય ટીમમાં હઝારિકા, દિવ્યાંશ અને અર્જુન સામેલ હતા. મહિલા ટીમમાં સામેલ ઈલાવેનિલ વાલારિવા (૬૩૧), શ્રેયા અગ્રવાલ (૬૨૮.૫) અને માનિની કૌશિક (૬૨૧.૫)એ ઉમદા પ્રદર્શન આપ્યું. ઈલાવેનિલે ૬૩૧ના સ્કોરની સાથે નવો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here