યુએસ ઓપન : ઓસાકા અને સેરેના વચ્ચે ફાઇનલ

1203

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ હવે મહાન ખેલાડી સેરેના વિલિયમ્સ અને જાપાનની કિલર બનેલી ઓસાકા વચ્ચે રમાશે. પોતાની સેમીફાઇનલ મેચમાં જાપાની સ્ટારે કિ પર સીધા સેટામાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. જ્યારે અન્ય સેમીફાઇનલમાં સેરેના વિલિયમ્સે સેવાસ્ટોવા પર ૬-૩, ૬-૦થી જીત મેળવી હતી. આની સાથે જ હવે સેરેના વિલિયમ્સ ફરી એકવાર ફેવરીટ ખેલાડી બની ગઇ છે. તે ગ્રાન્ડ સ્લેમમાં કેટલાક નવા રેકોર્ડ સર્જવા માટે તૈયાર છે. જાપાની ઇતિહાસ ઓસાકા ઇતિહાસ રચી શકે છે. આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. સ્પેનના રાફેલ નડાલ સામે આ વખતે મોટા પડકાર રહેલા છે. રાફેલ નડાલ સામે આ વખતે પુરુષોની સિંગલ્સ ફાઈનલ પહેલા નોવાક જોકોવિક અને રોજર ફેડરર પડકાર ફેંકી શકે છે.  કારણ કે, સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે. રોજર ફેડરર બહાર થઇ ગયા બાદ હવે ફાઈનલ મેચ જોકોવિક અને નડાલ વચ્ચે રમાય તેમ માનવામાં આવે છે. મહિલા વર્ગમાં જાપાનની ખેલાડી મોટા અપસેટ સર્જવાની તૈયારી છે. ઓસાકા કેવો દેખાવ કરે છે.

Previous articleઅલગ-અલગ ખેલાડીઓ માટે અલગ અલગ કેમ નિયમ છે? : હરભજનસિંહ
Next articleજિલ્લામાં સ્વાઈન ફલુનો એક કેસ સામે આવ્યો