ગાંધીનગર જિલ્લામાં માણસા, દેહગામ અને મુબારકપુર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયા

0
636

જિલ્લામાં માણસા, દેહગામ અને મુબારકપુર ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૧૪,૬૪૮ અરજદારોએ ભાગ લીધો હતો. જેમની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. માણસાના કાર્યક્રમમાં ૬,૮૩૩, દહેગામ ખાતે ૧,૧૩૯ જયારે માણેકપુર ખાતે ૬,૭૩૩ અરજદારોએ લાભ લીધો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને જિલ્લા પ્રશાસન દ્વારા પારદર્શિતાની પ્રતીતિ થઈ હતી અને ઝડપથી એક જ સ્થળે વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયુર્વેદ મેડિકલ કેમ્પ સહિત તબીબી સારવાર અને વન વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here