આર.જે.એચ. હાઈસ્કુલને શિક્ષકદિને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત થયો

0
361

તા. પના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બોટાદ જિલ્લાની શિક્ષક દિનની ઉજવણી મોડેલ સ્કુલ, બોટાદ ખાતે કરવામાં આવી હતી. તેમાં જિલ્લામાં સ્વચઋતા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ર૦૧૭નો ડીસ્ટ્રીકટ લેવલ સબ કેટેગરી એવોર્ડ આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા જંકશનને આપવામાં આવ્ય્‌ હતો. શાળાના વહીવટદાર અને અન્ય અધિકારીઓએ શાળાના આચાર્ય તથા કર્મચારીગણની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતાં. શાળાના વિદ્યાર્થીઓએ એક દિવસના શિક્ષકની ભૂમિકા ભજવીને જુદા-જુદા વિષયોનું અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. દિવસના અંતે વિદ્યાર્થીઓએ પણ શિક્ષક દિન નિમિત્તે પોતાના મંતવ્ય રજુ કાર્ય હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here