વલ્લભીપુર ન.પા. પ્રમુખ તરીકે જયાબેન ચાવડાની નિયુક્તિ

1217

આજરોજ વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી થયેલ હતી. જેમાં પાલિકાના નવા પ્રમુખ તરીકે જયાબેન દિપસંગભાઈ ચાવડા તથા ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન વલ્લભભાઈ કાંબડની વરણી થયેલ હતી. જે થોડા સમયથી સુધરાઈને નવા પ્રમુખ કોણ બનશે ?? તેવી ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ આવી જઈ આજરોજ પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર થઈ ગયેલા હતા અને ભાજપા શાસિત પાલિકામાં ભાજપાની જ સત્તા આવી હતી. જેમાં કોંગ્રેસ કોઈપણ પ્રકારે ભાગતોડ કરી શકી ન હતી અને ભાજપા સંગઠને રાજપૂત સમાજ અને કોળી સમાજ બન્ને સમાજને સાચવી લીધા હતા.

Previous articleહાર્દિક સમર્થકોએ બોટાદ ખાતે સ્કુલ બસો રોકી ચક્કાજામ કર્યો
Next articleપાલિતાણા SBIમાંથી ૬ લાખના ઘરેણાની થેલી ગઠીયો લઈ ગયો