મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતે ફોર્મર યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી-મૂન

1439

ધ એલ્ડર્સ ગૃપના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય-સ્વાસ્થ્ય સુવિધાઓની વિગતો મેળવી  ગ્રામીણ વિસ્તારો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોચાડવા અંગે રાજ્ય સરકારની પ્રસંશા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગરમાં ફોર્મર યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન (Ban Ki-moon)અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુશ્રી ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ એ સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.  આ બેય મહાનુભાવો હાલ ધ એલ્ડર્સ ગૃપ જે નેલ્સન મન્ડેલાએ ૧૧ વર્ષ પહેલાં સ્થાપેલું છે તેના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની પ્રવૃત્તિઓથી પરિચિત થવા ગુજરાત આવ્યા છે.

મુખ્યમંત્રી સાથેની મૂલાકાતમાં તેમણે ગુજરાતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને જરૂરતમંદ ગરીબ પરિવારો માટે જે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેની પ્રસંશા કરી હતી. શ્રીયુત બાન કી મૂન અને સુશ્રી ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ  એ ગાંધીનગર જિલ્લાના ઉનાવાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી હતી.  મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ  કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, આરોગ્ય કમિશનર ડૉ. શ્રીમતી જ્યંતિ રવિ અને ગૌરવ દહીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleતબિયત વધારે ખરાબ થતાં હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયો
Next articleભચાઉ નજીક અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ