દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બે ખૂંખાર ત્રાસવાદી પકડાયા

1706

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા હાથ લાગી છે. સ્પેશિયલ સેલે ઐતિહાસિક લાલકિલ્લાની પાસેથી ઇસ્લામિક સ્ટેટના બે ખૂંખાર આતંકવાદીઓને પકડી પાડ્યા છે. આ બંને આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં એકની ઓળખ પરવેઝ તરીકે અને બીજાની ઓળખ જમશેદ તરીકે થઇ છે. આ બંને આતંકવાદીઓને લાલકિલ્લા નજીક જામા મસ્જિદ બસ સ્ટોપથી પકડી પાડ્યા છે. આ અંગેની માહિતી આજે સ્પેશિયલ સેલના ડીસીપી દ્વારા આપવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ આ બંને ત્રાસવાદી ઇસ્લામિક સ્ટેટ ઇન જમ્મુ કાશ્મીર સાતે જોડાયેલા છે. આ સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સીધીરીતે સંબંધ ધરાવે છે. આ આતંકવાદીઓ પાસેથી વિસ્ફોટકો મળી આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી બે પિસ્તોલ, ૧૦ કારતુસ, ચાર મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા હથિયારો ઉત્તરપ્રદેશમાંથી ખરીદવામાં આવ્યા હતા અને ત્રાસવાદીઓ દિલ્હીથી કાશ્મીર જઇ રહ્યા હતા.

Previous articleદેશની પ્રથમ વિશ્વ મોબિલિટી સમિટ ‘મૂવ’નું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન
Next articleબિહારમાં મોબ લિચિંગ, ત્રણ લોકોની માર મારી કરાઈ હત્યા