દેશની પ્રથમ વિશ્વ મોબિલિટી સમિટ ‘મૂવ’નું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન

1331

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશની પહેલી વિશ્વ મોબિલિટી સમિટ ‘મૂવ’નું ઉદ્ઘાટન કર્યું.

નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજીત ગ્લોબલ મોબિલિટી સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે સારી મોબિલિટી સારી નોકરીઓ, સ્માર્ટ માળખાકિય સુવિધા પ્રદાન કરે છે અને જીવનની ગુણવત્તામાં સુધાર લાવે છે. ઉલ્લેખનીય છે કે, સમિટમાં અન્ય વાતો ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન અને સંયુક્ત મોબિલિટીને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. નીતિ આયોગ બે દિવસની સમિટનું આયોજન કરી રહ્યું છે. તે ૭થી ૮ સપ્ટેમ્બર સુધી ચાલશે.

સમિટને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, નિશ્વિત રીતે ભારત ર્સ્ંફઈ પર છે (આગળ વધી રહ્યું છે), અમારી અર્થવ્યવસ્થા ર્સ્ંફઈ પર છે.આપણે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છીએ. આપણા શહેર અને કસ્બા ર્સ્ંફઈ પર છે. આપણે ૧૦૦ સ્માર્ટ સિટીનું નિર્માણ કરી રહ્યા છીએ. આપણી માળખાકિય સુવિધાઓ ર્સ્ંફઈ પર છે. આપણે ઝડપથી રસ્તાઓ, એરપોર્ટ, રેલલાઇન અને પોર્ટ બનાવી રહ્યા છીએ.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં મોબિલિટીના ભવિષ્યને લઈને મારું વિઝન સાત ઝ્ર પર આધારિત છે. એટલે સૌને માટે હોય (ર્ઝ્રદ્બર્દ્બહ), સૌ સાથે જોડાયેલું હોય (ર્ઝ્રહહીષ્ઠીંઙ્ઘ), સૌ માટે સુવિધાજનક હોય (ર્ઝ્રહદૃીહૈીહં), ભીડથી મુક્ત (ર્ઝ્રહખ્તીજર્ૈંહ-કિીી), ઉત્સાહની સાથે (ઝ્રરટ્ઠખ્તિીઙ્ઘ), સ્વચ્છ (ઝ્રઙ્મીટ્ઠહ) અને અગ્રણી હોય (ઝ્રેંૈંહખ્ત-ીઙ્ઘખ્તી).

પીએમ મોદીએ કહ્યું કે, મોબિલિટી અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં કૂંજીની જેમ છે. સારી મોબિલિટી ટ્રાવેલ અને ટ્રાંસપોર્ટેશનના બોજાને દૂર કરે છે. અને આર્થિક ગતિને તેજી પ્રદાન કરે છે. આ પહેલાંથી એક પ્રમુખ નિયોક્તા છે અને આગામી પેઢી માટે આ નોકરીઓનું સર્જન પણ કરી શકે છે.

Previous articleપેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ ભડકો : મોંઘવારીમાં પરેશાની
Next articleદિલ્હીમાં લાલ કિલ્લા નજીક બે ખૂંખાર ત્રાસવાદી પકડાયા