એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવા માટે તૈયારી

1305

એર ઇન્ડિયામાં હિસ્સેદારી વેચવાની યોજનાને નિષ્ફળતા મળ્યા બાદ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા એક બાજુ એર ઇન્ડિયામાં પ્રાણ ફુંકવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હવે સરકાર એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવાની યોજના ધરાવે છે. આ દિશામાં પહેલ પણ શરૂ કરવામાં આવી ચુકી છે. નેશનલ કેરિયરના દેવાને ઘટાડવા અને ફંડ ઉભા કરવાના હેતુસર એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચી મારવાનો નિર્ણય કરવાની તૈયારી ચાલી રહી છે. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ વ્યૂહાત્મક વેચાણને લઇને અંતિમ ચર્ચા ચાલી રહી છે. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ ગ્રાઉન્ડ હેન્ડલીંગ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. એર ઇન્ડિયા માટે ટર્ન એરાઉન્ડ સ્કીમના ભાગરુપે આ યોજના તૈયાર કરવામાં આવી છે. એર ઇન્ડિયા ઉપર માર્ચ ૨૦૧૭ના અંત સુધીમાં ૪૮૦ અબજ રૂપિયાનું દેવું રહેલું હતું. સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસના વ્યૂહાત્મક રોકાણને લઇને ગણતરી ચાલી રહી છે. બીડર્સ માટે એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ ટૂંકમાં જ આમંત્રિત કરવામાં આવનાર છે. જીઓએમ દ્વારા આને લીલીઝંડી આપી દેવામાં આવી છે. એર લાઈનને ફરીથી સ્પર્ધાત્મક બનાવવા જૂન મહિનામાં નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં પ્રધાનસ્તરની પેનલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ નવી હિલચાલ ચાલી રહી છે.

દેવું ઘટે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જમીન સંપત્તિ વેચીને સંશાધનો ઉભા કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. અન્ય ગૌણ કંપનીઓ વેચવાની પણ તૈયારી ચાલી રહી છે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા હવે બીડ આમંત્રિત કરવામાં આવનાર છે. સરકારે શરૂઆતમાં ૭૬ ટકા ઇક્વિટી હિસ્સેદારી વેચવાની તૈયારી કરી હતી. સાથે સાથે ખાનગી કંપનીઓને મેનેજમેન્ટ કન્ટ્રોલ આપવાની દિશામાં પણ વિચારણા કરાઈ હતી. ખરીદદારને ૨૪૦ અબજ રૂપિયા આપવા પડશે. સાથે સાથે અન્ય ૮૦૦૦ કરોડ રૂપિયા પણ આપવા પડશે. જો કે, હિસ્સેદારી વેચાણના મામલામાં કોઇપણ બીડરે તૈયારી દર્શાવી ન હતી. બિડિંગ પ્રક્રિયા ૩૧મી મેના દિવસે પરિપૂર્ણ કરી લેવાઈ હતી. જૂન મહિનામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે ત્યારબાદ ચૂંટણી વર્ષમાં હિસ્સેદારી વેચાણ સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો હતો. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં નફાની સ્થિતિ વધારે દેખાઈ રહી નથી. ૨૦૧૬-૧૭માં એઆઈએટીએસએલને ૬૧.૬૬ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી જ્યારે એઆઈને ૨.૯૭ અબજ રૂપિયાનો નફો થયો હતો. કેટરિંગ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Previous articleદાઉદ-ડી કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અમેરિકા કરશે ભારતની મદદ
Next articleબહુમતથી જીતીશું ચૂંટણી: અમિત શાહ