બેઘર લોકોને મોટી-મોટી યોજનાઓ અપાય છે પરંતુ અમલ ક્યારે? : સુપ્રિમ કોર્ટ

874

શહેરી બેઘર લોકોની સમસ્યાઓથી સુપ્રીમ કોર્ટ અત્યંત ચિંતીત છે. કોર્ટે તેના પુનવાર્સ અને સારસંભાળને લઈને કેન્દ્ર સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઠંડીની સિઝન આવી રહી છે તેથી બેઘર લોકોને ઘર આપવું જરૂરી છે. તેના પુનવાર્સ માટે મોટી મોટી યોજનાઓ છે પરંતુ તેને લાગુ કરાતી નથી. સુપ્રીમે આવાસને દરેક વ્યક્તિની પાયાગત જરૂરિયાત ગણાવી હતી.

જસ્ટિસ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની પીઠે શહેરી ગરીબોના પુનવાર્સ અને સારસંભાળમાં બેદરકારી સંબંધીત અરજીઓ પર સુનાવણી દરમિયાન ઉપરોક્ત ટીપ્પણી કરી હતી. પીઠે કોર્ટના આદેશ છતાં બેઘર લોકો માટે બનેલી સમિતિઓ માટે સિવિલ સોસાયટીના સભ્યોના નામ જાહેર નહી કરવા પર ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફટકાર લગાવી છે. તેને લઈને એ રાજ્યો પર એકથી પાંચ લાખ રૂપિયા વચ્ચેનો દંડ પણ ફટકાર્યો છે. સુપ્રીમે સૌથી વધુ પાંચ લાખ રૂપિયાનો દંડ હરિયાણ પર લગાવ્યો હતો. આ ઉપરાંત તેણે ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મણિપુર, ગોવા, મિઝોરમ, મેઘાલય, ઓરિસ્સા અને ત્રિપુરા રાજ્યને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે પીઠે પ્રાકૃતિક આપિત્ત સામે ઝઝૂમી રહેલા રાજ્યો કેરળ અને ઉત્તરાખંડ પર કોઈ દંડ ફયકાર્યો નથી.

Previous articleરાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત રૂ. 80ને પાર
Next articleયોગી આદિત્યનાથે અખિલેશ યાદવાની તુલના મોગલ શાસક ઔરંગઝેબ સાથે કરી!!