ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સમાં પોતાની વિરુદ્ધ છપાયેલા લેખની તપાસના આદેશ આપ્યા

0
327

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુયોર્ક ટાઇમ્સમાં પોતાની વિરૂધ્ધ છપાયેલા લેખની તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસની જવાબદારી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એટર્ની જનરલ જેફ સેશન્સને સોંપવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જેફ એ લેખકને સામે લાવશે જેણે દેશની સુરક્ષા સાથે છેડછાડ કરી હતી. તેઓ હાલમાં ન્યુ યોર્ક ટાઇમ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે વિચારી રહ્યા છે.

બે દિવસ પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા એક અધિકારીએ ન્યુ યોર્ક ટાઇમ્સમાં “આઇ એમ પાર્ટ ઓફ રેઝિસ્ટેન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન”ના શીર્ષક હેઠળ લેખ લખ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે “ટ્રમ્પની નીતિઓ દેશ માટે નુકસાનકારક સાબિત શઇ શકે છે. આપણે સૌપ્રથમ દેશ માટે કામ કરવું જોઇએ, ના કે કોઇ વ્યક્તિ માટે. ટ્ર્‌મ્પ દ્રારા નિયુક્ત કરેલા અધિકારીઓ આપણી લોકતાંત્રિક સંસ્થાઓને કેવી રીતે બચાવશે જ્યારે એ લોકો પોતાની નીતિઓને લાગુ કરી રહ્યા છે. આ બધુ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં રહેવા પુરતૂં સિમિત છે.” આ લેખમાં અધિકારીએ તેના નામનો ખુલાસો નથી કર્યો. વ્હાઇટ હાઉસે અધિકારીની આ હરકતને કાયરતા બતાવી હતી.

ન્યૂયોર્ક ટાઇમ્સ જે લખી રહ્યું છે તે પ્રસાશનમાં પ્રતિરોધનો હિસ્સો છે. આપણે તેની સામે જ લડવાનું છે. ન્યુ યોર્ક ટાઇમ્સ જે લખી રહ્યું છે તે પ્રસાશનમાં પ્રતિરોધનો હિસ્સો છે. આપણે તેની સામે જ લડવાનું છે. ન્યુ યોર્ક ટાઇમ્સે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના તપાસ કરાવાના નિર્ણયનો વિરોધ કરતા તેને શક્તિનો દુરૂપયોગ ગણાવ્યો હતો. ન્યુ યોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સરકારી શક્તિના દુરઉપયોગનું હથિયાર નહી બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here