હિન્દુત્વના વિચારોથી લોકોને જોડવા ટેક્નોલોજીનો ઉપયોગ કરો : મોદી

0
370

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કહ્યું કે, હિંદુ દર્શનનાં વિભિન્ન પાસાઓ વિશ્વ સામે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. સાથે જ તેમણે હિંદુત્વના વિચારોથી અને લોકોને જોડવા માટે ટેક્નોલોજીના ઉપીયોગ કરવાની વિનંતિ કરી છે. મોદીએ અહિંયા બીજા વિશ્વ હિંદુ કોંગ્રેસને મોકલેલા પોતાના સંદેશમાં કહ્યું કે, વિભિન્ન પ્રાચીન મહાકાવ્યો તથા શાસ્ત્રોને ડિઝિટલ સ્વરૂપમાં લાવવા માટે યુવા પેઢી તેમની સાથે સારી રીતે જોડાઇ શક્શે. તેમણે કહ્યું,”આ આવનારી પેઢી માટે મહાન સેવા હશે.”

મોદીએ કહ્યું,”ટેક્નોલોજીના યુગમાં હું વિષેશ રૂપે આ સંમ્મેલનથી સન્માનિત પ્રતિનિધિઓને વિનંતિ કરૂ છું કે, તેઓ આ રીત પર વિચાર કરે, જેના ઉપીયોગથી હિંદુત્વના વિચારથી વધુમાં વધુ લોકોને જોડી શકાય છે. સંમ્મેલનનાં ઉદઘાટન સત્રમાં ૬૦થી વધુ દેશોના લગભગ ૨૫૦૦ પ્રતિનિધિઓ અને હિંદુ નેતાઓ સામેલ થયા હતાં.”

મોદીએ પોતાના સંદેશમાં આશા વ્યક્ત કરી કે, સંમ્મેલનમાં એ વાત પર વિચાર કરવામાં આવશે કે ભારત પોતાના જ્ઞાનના પ્રાચીન ખજાનાનાં માધ્યમથી બૌદ્ધિક તથા સાંસ્કૃતિક રૂપથી વિશ્વ સાથે ક્યાં પ્રકારે સારી રીતે જોડાઇ શકે છે. જેનો હેતુ તે હોવો જોઇએ કે, આપણી ભાવી પેઢી સારી રીતે જીવી શકે અને આગળ વધવા માટે કેવી રીતે સમજ વિક્સીત કરી શકે અને સમજી શકે.

આ સંદેશ પ્રખ્યાત ભારતીય અમેરિકન ભારત બરાઇએ વાંચ્યો. મોદીએ કહ્યું,”આ સંમ્મેલન જે પ્રકારે વિચારકો, વિદ્વાનો, બુદ્ધિજીવિઓ, પ્રબુદ્ધ વિચારકોને એક સાથે લાવ્યા છે તે સરાહનીય છે” મંધાનમંત્રીએ કહ્યું કે હિંદુત્વ માનવાજાતિના ઇતિહાસમાં સૌથી જૂનો મત છે.

તેમણે કહ્યું કે, હિંદુ દર્શનનાં વિભિન્ન પાસાઓમાં આપણે તેવી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ છીએ જેને વિશ્વને હાલમાં પોતાની પકડમાં લઇ રાખ્યું છે. મોદીએ કહ્યું કે, તેમને એ વાતની પ્રસન્નતા છે કે આ સંમ્મેલન શિકાગોમાં થઇ રહ્યું છે, જે પ્રત્યેક ભારતીયને તે ગૌરવાન્વિત ક્ષણની યાદ અપાવે છે, જ્યરે સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં વિશ્વ ધર્મ સંસદને સંબોધિત કરી હતી. તે પણ ૧૨૫ વર્ષ પહેલા સપ્ટેમ્બર મહિનામાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here