અંકુર મિત્તલે ડબલ ટ્રેપ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ, પુરુષ ટીમને મળ્યો બ્રોન્ઝ

1070

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શનિવારે ભારતના અંકુર મિત્તલે ગોલ્ડ મેડલ જીત્યો. શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધા તેણે શૂટઓફમાં જીતી. ભારતના નામે ૭ ગોલ્ડ સહિત કુલ ૨૦ મેડલ થઈ ગયા છે. ૨૬ વર્ષીય અંકુરે ૧૫૦માંથી ૧૪૦ પોઇન્ટ મેળવ્યા. શૂટઓફમાં તેનો સામનો ચીનના યિયાંય યાંગ અને સ્લોવોકિયાના હુબર્ટ આંદ્રેજેજ સાથે થયો. તેણે ચીનના નિશાનેબાજને ૪-૩થી હરાવ્યો. આંદ્રેજેજને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.ટીમ સ્પર્ધામાં અંકુરે મોહમ્મદ અસાબ અને શાર્દુલ વિહાનની સાથે મળી દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. ત્રણેયે કુલ ૪૦૯ પોઇન્ટ મેળવ્યા. આ સ્પર્ધામાં ૪૧૧ પોઇન્ટ સાથે ઇટલીએ ગોલ્ડ અને ૪૧૦ પોઇન્ટ સાથે ચીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. બીજી તરફ, મહિલા વર્ગમાં અંજુમ મુદગિલ ફાઇનલમાં ન પહોંચી શકી. અંજુમ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનના ક્વાલિફાઇંગમાં ૧૧૭૦ પોઇન્ટ સાથે નવમા નંબરે રહી.

Previous articleધોની-રણવીરસિંહના ફોટા પર સાક્ષીએ કોમેન્ટ કરી, મારી ફેન મોમેન્ટ છે
Next articleયુએસ ઓપનમાં જોકોવિક અને પોટ્રો વચ્ચે ફાઇલ થશે