યુએસ ઓપનમાં જોકોવિક અને પોટ્રો વચ્ચે ફાઇલ થશે

0
576

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોની ફાઇલ મેચ હવે નોવાક જોકોવિક અને ડેલ પોટ્રો વચ્ચે રમાશે. વર્તમાન ચેમ્પિયન અને પ્રથમ ક્રમાંકિત સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલ ઇજાના કારણે સેમીફાઇનલ મેચમાં બીજા સેટમાં જ ખસી જતા પોટ્રો ફાઇનલમાં પહોંચી ગયો હતો. નડાલે ખસી જવાની જાહેરાત કરી ત્યારે પોટ્રોલ ૭-૬, ૬-૨થી આગળ ચાલી રહ્યો હતો. ત્રીજા ક્રમાંકિત પોટ્રોએ વર્ષ ૨૦૦૯માં ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી. ડેલ પોટ્રો હવે વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૫માં વિજેતા બનેલા જોકોવિક સામે ટકરાશે. જોકોવિક આ ટુર્નામેન્ટમાં આઠ વખત ફાઇનલમાં પહોંચ્યો છે. જોકોવિકે સેમીફાઇનલ મેચમાં જાપાનના કેઇ નિશીકોરી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૪ અને ૬-૨થી જીત મેળવી હતી. હવે જોકોવિક હોટફેવરીટ છે. તેમની વચ્ચે ૧૦ વર્ષની સ્પર્ધા છે. જેમાં જોકોવિક પોટ્રો પર ૧૪-૪ની લીડ ધરાવે છે.   આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે.ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે.રાફેલ નડાલ છેલ્લી ત્રણ ગ્રાન્ડસ્લેમમાં ડેલપોટ્રો સામે જીત મેળવવામાં સફળ રહ્યો છે.  જો કે સેમીફાઇનલમાં તે સ્વસ્થ દેખાયો ન હતો. જેથી તે અધવચ્ચે મેચમાંથી ખસી ગયો હતો.યુએસ ઓપનમાં આ વખતે મહિલા વર્ગમાં શરૂઆતથી મોટા અપસેટો સર્જાયા હતા. પ્રથમ ક્રમાંકિત સિમોના હાલેપ પ્રથમ રાઉન્ડમાં જ ફેકાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here