ગ્રામ્ય વિસ્તારની સગીરા પર વાડીમાં દુષ્કર્મ કર્યાની રાવ

0
480

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારની સગીરાને પેટમાં દુઃખાવો થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તબીબે તપાસમાં સગીરાને ગર્ભ હોવાનું અને તેની પર દુષ્કર્મ આચર્યાનું ખુલવા પામતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાના ખાટડી ગામે આવેલ વાડમાં ભાગીયુ રાખી રહેતા કાળુ મકાભાઈ ચારોલીયા રે.વાળુકડ વાળાએ સગીરા પર દુષ્કર્મ આચરી નાસી છુટ્યો હતો બાદ સગીરાને પેટમાં દુઃખાવો તેમજ ઉલ્ટીઓ તથા સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં લવાતા તબીબી તપાસમાં સગીરાને ૧૮ સપ્તાહનો ગર્ભ હોવાનું ખુલવા પામ્યુ હતું.

બનાવની જાણ થતા સગીરાના પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું અને સગીરાની પુછપરછ કરતા કાળુ ચારોળીયાએ કુકર્મ કર્યાનું જણાયુ હતું બનાવ અંગે પીરવારજનોએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here