દેશના અર્થતંત્રનો સરકારે નાશ કર્યો : મનમોહનસિંહ

0
788

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકાર ઉપર નોટબંધી અને બેરોજગારી મુદ્દે ઘેરાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર દરેક મોરચા પર નિષ્ફળ રહી છે. તેમણે ૨૦૧૪માં કરેલા વચનોને પૂરાં નથી કરી શકી. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ સિબ્બલની પુસ્તક શેડ્‌સ ઓફ ટુથના વિમોચનના પ્રસંગે આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે સિબ્બલે પણ કહ્યું હતું કે, જીએસટી ઉતાવળમાં લાગુ કરી દીધું છે. તેનાથી વ્યાપારીઓને નુકસાન થયું છે.

સિબ્બલે નોટબંધીની આલોચના કરતા કહ્યું હતું કે, મહાન નેતાએ ૨૦૧૪ પછી અમને નોટબંધી આપી જેનાથી ૧.૫ ટકા જીડીપીને નુકસાન પહોંચ્યું છે. જો કોઇ બીજો દેશ હોત તો તેમને રાજીનામું આપવું પડ્યું હતો.

મનમોહને કહ્યું કે, દેશમાં વૈકલ્પિક વિમર્શ ઉપર વિચાર કરવા અને પોતાના લોકોન જરૂરિયાત છે. આ સરકારમાં ખેડૂતો અને યુવાનોને મુશ્કેલીમાં મુકી દીધા છે. દલિતો અને લઘુમતીઓમાં અસુરક્ષાનો માહોલ છે. તેમણે કહ્યું કે, દેશમાં કૃષી સંકટ છે. બે કરોડ યુવકો નોકરી માટે રાહ જોઇ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ઔદ્યોગિક ઉત્પાદન અને પ્રગતિ થંભી ગઇ છે.

મનમોહન સિંહે કહ્યું કે, નોટબંધી અને ખોટી રીતે લાગુ કરવામાં આવેલી જીએસટીની અસર વ્યવસાય ઉપર પડી રહી છે. વિદેશોમાં કથિત રીતે જમા ધનને લઇને લાવવા માટે કંઇ જ નથી કર્યું. અલ્પસંખ્યકો ડરેલા છે. તેમણે સરકાર ઉપર વિદેશ નીતિના મોરચા ઉપર વિફલ રહેવાનો આરોપ લગાવ્યો છે. પડોશીઓ સાથે આપણા સંબંધો ખરાબ થયા છે.

મનમોહન સિંહે કહ્યું કે, શૈક્ષણિક આઝાદી ઉપર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. વિશ્વવિદ્યાલયોના માહોલને ખરાબ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, દેશને વિકલ્પ વિમર્શ ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here