હિંદુ સમુદાયને માનવ કલ્યાણ માટે સંગઠિત થવા ભાગવતની હાકલ

966

અમેરિકાના શિકાગોમાં આયોજિત વિશ્વ હિંદુ સંમેલનને સંબોધન કરતાં આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ સમુદાયને સંગઠિત થવાની હાકલ કરીને માનવ કલ્યાણના કાર્યો કરવા અપીલ કરી છે.

ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણની ૧રપમી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત વિશ્વ હિંદુ સંમેલનમાં રપ૦૦ જેટલા લોકોને સંબોધન કરતાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે હિંદુ સમાજમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેઓ કયારેય સંગઠિત નજરે પડતા નથી.

ભાગવતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હિંદુઓનું ભેગા થવાનું કાર્ય મુશ્કેલ છે.

તેમણે જણાવ્યું હતું કે હિંદુઓ પર હજારો વર્ષથી ત્રાસ અનેે જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. કારણ કે તેઓ પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવાનું તેમજ આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે.

Previous articleપોલીસની પિકેટ પર હુમલા બાદ જવાબી કાર્યવાહી : ત્રાસવાદી ઠાર
Next articleપેટ્રોલ- ડિઝલના ભાવમાં રોકેટ ગતિએ વધારો : મુંબઈમાં ૮૮.૭૭