દયાળ ગામે શિવ મહાપુરાણ કથા યોજાઈ

0
537

મહુવાના દયાળ ગામે દરીયા કિનારે પ્રખ્યાત રતનેશ્વર મહાદેવ મંદિરમાં મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી. અને આજ પણ ગામ ધુમાડો બંધ રાખવામાં આવેલ સાધુ સંતો અને રાજકીય પક્ષોના નેતાઓ આગેવાનો કર્મચારીઓ પત્રકારએ હાજરી આપી હતી. પોથી યાત્રા મંડપથી મુખ્ય યજમાન ભરવાડ મેરાભાઈ શામળાભાઈના ઘરે લઈ જવામાં આવેલ તેમણે લાભ લીધો હતો. સમસ્ત ગામ શિવ મય બની ગયું હતું. વધુમાં ગામના સરપંચ અને આગેવાનો શિવાભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ દરીયા કિનારે પ્રખ્યાત રતનેશ્વર મહાદેવ મંદિર હોવાથી બહારના ભક્તો દર્શન કરવા લાઈન લાગી લઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here