ધારીના પૂર્વ ધારસભ્ય નલિન કોટડિયાની પોલીસે કરી મુંબઇથી ધરપકડ

0
720

અતિ ચકચારી બનેલા બિટકોઇન કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આગાઉ કેટલાક મહિનાથી પોલીસથી નાસતા ફરતા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે, કે નલિન કોટડિયાની મહારાષ્ટ્રના ધુળીયાથી પોલીસે બાતમીના આધારે ઝડપી લઇને અમદાવાદ લાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બિટકોઈન તોડ મામલે નલિન કોટડિયાની સંડોવણીને લઈ તપાસ તેજ ચાલી રહી હતી. કરોડોના બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયા સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સમન્સ મોકલવા છતાં સતત ગેરહાજર રહેતા કોટડિયાને ઝડપી લેવા માટે CID ક્રાઈમે કોર્ટમાંથી વોરંટ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. છતાપણ પોલીસના હાથ તાળી દઇને કોટડિયા નસતો પરતો હતો. તેના નિવાસ સ્થાને પણ તાળા મારીતે ભાગી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here