રોડ પર દોડતી એસ.ટી. બસની શાફટીંગ તુટતા ૫૬ મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો

1324

સુરતથી મહુવા તરફ આવી રહેલી એસ.ટી બસ ભાલ પંથકના પીપળી પાસે પહોચતા દોડતી બસની શાફટીંગ તુટતા બસ ચાલકે તમામ પ્રવાસીઓને સુરક્ષીત ઉતાર્યા હતા.

સમગ્ર બનાવ અંગે વિશ્વાસ પાત્ર સુત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા એસ.ટી.ડેપોની બસ નં. જીજે ૧૮ ઝેડ ૨૪૫૫ નંબરની બસ સુરતથી સવારે ૫-૩૦ કલાકે ઉપડી મહુવા આવવા રવાના થઈ હતી આ બસ ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર પહોચતા ધોલેરા પિપળી ગામ વચ્ચે હોટલ દર્શન પાસે પહોચતા બસના આગળના વ્હીલની શાફટીંગ કોઈ કારણોસર તુટી જતા બસમાં મુસાફરી કરી રહેલ ૫૬ ઉતારૂઓના જીપ પડીકે બંધાયા હતા પરંતુ બસના ચાલક દોલતભાઈ વાલાભાઈ બાબરીયા રે. કેશોદ વાળાએ સમગ્ર પરિસ્થિતીને ગંભીરતા પૂર્વક પારખી પોતાના અનુભવ અને કાબેલીયતના જોરે ઝોલા ખાતી બસ પર કાબુ મેળવી સુરક્ષીત રોડ સાઈડ પર થોભાવી હતી એ સમયે બસનુ આગળનું વ્હીલ પણ પાટાથી અલગ થઈ ગયુ હતું. પરંતુ તમામ મુસાફરોનો આ ઘટનામાં ચમત્કારીક બચાવ થયો હતો આમ ડ્રાઈવરની કુનેહ બુધ્ધીને લઈને ગંભીર જાનહાની ટળી હતી આ ઘટનામાં ઉતારૂઓને ઉગારનાર ડ્રાઈવરને મુસાફરોએ બિરદાવી આભાર માન્યો હતો.

આ ઘટના સમયે ભાીવનગર તરફ આવી રહેલ શહેરના સેવા ભાવી સલીમભાઈ મદદે દોડી ગયા હતા અને મુસાફરોને ભાવનગર તરફ આવી રહેલ એસ.ટી.બસો મારફત રવાના કરવામાં આવ્યા હતા આ ઘટના અંગે ડ્રાઈવર કંન્ડકટરે ડેપો મથકમાં જાણ કરી હતી.

સલામત સવારી અકસ્માત સર્જાય તો જવાબદારી તમારી

રોડ પર પૂર પાટ વેગે દોડતી બસમાં સર્જાયેલ ગંભીર ખામીને પગલે જવાબદાર એવા મહુવા એસ.ટી.ડેપોના વર્કશોપ વિભાગ સાથે આંગળી ચિંધાઈ રહી છે. તંત્ર દ્વારા બસનું યોગ્ય મેઈન્ટેનેન્સ ન થવાના કારણે આ ગંભીર ઘટના ઘટવા પામી છે. ત્યારે તેના વિરૂધ્ધ પગલા લેવા માંગ ઉઠી છે.

Previous articleચાવડીગેટ ખાતે લોકમેળાનો વૈભવ
Next articleપરશોત્તમભાઈ સોલંકી પરિવાર દ્વારા પ્રસાદ વિતરણ