હવે નોવાક જોકોવિકે યુએસ ઓપનમાં તાજને જીતી લીધો

0
497

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ધારણા પ્રમાણે જ નોવાક જોકોવિકે પુરૂષોના વર્ગમાં સિગલ્સ તાજ પર કબજો મેળવી લીધો હતો. ફાઇનલ મેચમાં નોવાક જોકોવિકે પોતાના હરિફ ખેલાડી ડેલ પોટ્રો પર સીધા સેટોમાં ૬-૩, ૭-૬ અને ૬-૩થી જીત મેળવી હતી. વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ મેચ અપેક્ષા કરતા ઓચી રોમાંચક રહી હતી. જોકોવિક મેચમાં છવાયેલો રહ્યો હતો. આની સાથે જ જોકોવિકે પોતાની કેરિયરની ૧૪મી ગ્રાન્ડ સ્લેમ જીતી હતી. જોકોવિક ૨૦૧૧ અને ૨૦૧૫માં પણ ચેમ્પિયન બન્યો હતો. જોકોવિકે છેલ્લા ૧૦ વર્ષમાં ડેલ પોટ્રો પર પોતાના રેકોર્ડને ૧૫-૪ કરી લીધો છે. જોકોવિકે અગાઉ પોટ્રોની સામે વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ યુએસ ઓપનમાં જીતી ગયો  હતો. જોકોવિક હવે ૧૪ ગ્રાન્ડ સ્લેમ ધરાવે છે. તે રોજર ફેડરરના ૨૦, નડાલના ૧૭  બાદ હવે ત્રીજા સ્થાન પર છે. અગાઉ પહેલા મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સની ૨૪મી ગ્રાન્ડસ્લેમ જીતવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતુ.  સેરેના વિલિયમ્સની જાપાની ખેલાડી ઓસાકા સામે સીધા સેટોમાં હાર હતી.  ફાઈનલ મેચમાં જાપાનની નાવોમી ઓસાકાએ સેરેના ઉપર સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. આની સાથે જ ગ્રાન્ડસ્લેમ જીતનાર નાવોમી ઓસાકા પ્રથમ જાપાની ખેલાડી બની ગઈ હતી.  ૨૦૧૭માં પોતાની પુત્રીને જન્મ આપ્યા બાદ સેરેના વિલિયમ્સ પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતવાના પ્રયાસ કરી રહી છે. ૨૪મી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે તે મેદાનમાં ઉતરી હતી પરંતુ તેની હાર થઇ હતી. જાપાની ખેલાડી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે.  જાપાનની આ ખેલાડી મહિલા ટેનિસમાં નવા રેકોર્ડ સર્જે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. ઓસાકા યુએસ ઓપનમાં કિલર તરીકે ઉભરી હતી. નોવાક જોકોવિકે પુરૂષોના વર્ગમાં સિગલ્સ તાજ પર કબજો મેળવી લીધો હતો.

યૂએસ ઓપન : પુરુષ વિજેતા

* ૨૦૦૫માં  ફેડરરે અમેરિકાના અગાસી પર ૬- ૩, ૨-૬, ૭-૬ અને ૬-૧થી જીત મેળવી.

* વર્ષ ૨૦૦૬માં ફેડરરે અમેરિકાના રોડીક ઉપર ૬-૨, ૬-૪, ૭-૬, અને ૬-૧થી જીત મેળવી

* વર્ષ ૨૦૦૭માં ફેડરરે સર્બિયાના જોકોવીક ઉપર ૭-૬, ૭-૬ અને ૬-૪થી જીત મેળવી

* વર્ષ ૨૦૦૮માં રોજર ફેડરરે બ્રિટનના મરે ઉપર ૬-૨, ૭-૫, અને ૬-૨થી જીત મેળવી

* વર્ષ ૨૦૦૯માં આર્જેન્ટીનાના પોટ્રોએ સ્વીસ ખેલાડી ફેડરર ઉપર ૩-૬, ૭-૬, ૪-૬, ૭-૬ અને ૬-૨થી જીત મેળવી

* વર્ષ ૨૦૧૦માં સ્પેનના નડાલે જોકોવીક ઉપર ૬-૪, ૫-૭, ૬ ૪, ૬-૨થી જીત મેળવી

* વર્ષ ૨૦૧૧માં સર્બિયાના જોકોવિકે નડાલ પર ૬-૨,૬-૪,૬ ૭,૬-૧થી જીત મેળવી હતી

* વર્ષ ૨૦૧૨માં બ્રિટનના મુરેએ  જોકોવિક પર ૭-૬,૭-૫,૨ ૬,૩-૬,૬-૨થી જીત ંમેળવી હતી

* વર્ષ ૨૦૧૩માં સ્પેનના નડાલે જોકોવિક પર ૬-૨,૩-૬,૬-૪,૬-૧થી જીત મેળવી હતી.

* વર્ષ ૨૦૧૪માં મારીન સિલિકે નિશીકોરી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩ અને ૬-૩થી જીત મેળવી

* વર્ષ ૨૦૧૫માં જોકોવિકે ફેડરર પર ૬-૪, ૫-૭, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી

* વર્ષ ૨૦૧૬માં વાવરિન્કાએ જોકોવિક પર ૬-૭,૬-૪,૭-૫,૬-૩થી જીત મેળવી

* વર્ષ ૨૦૧૭માં રાફેલ નડાલે એન્ડરસન ઉપર ૬-૩, ૬-૩, ૬-૪થી જીત મેળવી

* વર્ષ ૨૦૧૮માં નોવાક જોકોવિકે ડેલ પોટ્રો પર ૬-૩, ૭-૬, ૬-૩થી જીત મેળવી લીધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here