માણસામાં રસ્તા પર વૃક્ષો પડાયા  શાળા-કોલેજો-બજારો બંધ કરાવાયા

0
546

ગાંધીનગર જિલ્લાના માણસા નગરમાં આજે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આપેલ “ભારત બંધ”નું એલાનના સંદર્ભમાં માણસા નગરની તમામ શાળા-મહાશાળાઓમાં સવારથી જ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.

માણસા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ સહિત તાલુકા-શહેર સંગઠનના હોદ્દેદારો-પદાધિકારી ઓ-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી માણસા નગરના મુખ્ય માર્ગો પર નાગરિકોને વિનંતી કરી સમજાવતા હતા. મારફાડ મોંઘવારી અને અસહ્ય ભાવવધારા અંગે જનજાગૃતિ લાવવા નગરજનોને ’બંધ શા માટે…?’ એની સમજ આપી રહ્યા હતા. માણસા નગરની તમામ દુકાનો-શોપિંગ સેન્ટર્સ-કોમ્પ્લેક્ષ-બજાર સ્વયંભૂ રીતે જડબેસલાક બંધ રહ્યા હતા.

વેપારી મહામંડળ અને તમામ વેપારી એસોસીએશન્સ આ બંધમાં જોડાયા હતા અને સ્વૈચ્છિક પણે સરકારની પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવવધારાની કુટનીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારના ૨૦૧૪ ના ચૂંટણી ઢંઢેરાને યાદ કરાવતાં બેનર્સ-પોસ્ટર્સ-પત્રિકાઓ પણ નગરમાં ઠેરઠેર જોવાં મળ્યાં હતાં.માણસા તાલુકાના તમામ જાહેર માર્ગો પર ગઈકાલ રાતથી જ કાર્યકરોનાં ટોળાં વૃક્ષો કાપી રસ્તા બંધ કરવામાં જોતરાઈ ગયાં હતાં. જેના પરિણામે સવારથી જ તમામ જાહેર રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. પોલીસ તંત્ર કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતું ઝડપાયું હતું : પોલીસની ભૂમિકા શંકાસ્પદ અને નિષ્ક્રિય જણાઈ રહી હતી. સાવચેતી-સલામતી-સુરક્ષાના પગલે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસ સેવા પણ વહેલી સવારથી જ બંધ કરી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here