પીપાવાવ પોર્ટ અને રાજુલા ગાયત્રી શક્તિપીઠ દ્વારા નેત્ર નિદાન કેમ્પ

821

એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ-રાજુલા ગાયત્રી શક્તિપીઠ અને સુદર્શન નેત્રાલય દ્વારા વિનામુલ્યે યોજાયો. નેત્ર નિદાન કેમ્પ જેમાં ૬૦૦ દર્દીઓએ લાભ લીધો હતો. પોર્ટના મુંબઈ સ્થિત હર્ષાબેનની ખાસ ઉપસ્થિતિ ૩૦૦ દર્દી આંખના, ર૭૦ દર્દીને તપાસ અને દવા અને પ૦ દર્દીઓને વિનામુલ્યે આંખના ઓપરેશન માટે અમરેલી મોકલાયા હતા. એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ, રાજુલા ગાયત્રી શક્તિપીઠ, સુદર્શન નેત્રાલય તેમજ દાંતના દર્દી રપ/ર૭૦ હોમીયોપેથીક અને આંખના ૩૦૦ દર્દીઓને આંખોની તપાસ વિનામુલ્યે દવા અને પ૦ આંખના દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે વિનામુલ્યે લઈ જવાથી લાવવા સુધીની સેવા અપાઈ તેમજ આંખના નંબરના ચશ્માઓ માટે રાહતદરે ચશ્માનું વિતરણ કરાયું. આવા ભવ્યાતિભવ્ય નેત્ર નિદાન કેમ્પનું ખાસ સહયોગી ગુજરાત પીપાવાવ પોર્ટના મુંબઈ બ્રાન્ચના હેડ હર્ષાબહેનની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ કેમ્પના ડોક્ટરો સુદર્શન નેત્રાલયથી તેમજ દાંતના ડોક્ટર નરેશભાઈ હડીયા, હોમીયોપેથીકના ડો.કે.બી. ગોંડલીયા, મેડીકલ ઓફિસર પટવા, ડો.એસ.કે. જીંજાળા મેડીકલ ઓ.મોરંગી તેમજ સુદર્શન નેત્રાલયના ખ્યાતનામ ડો.અનંત પરમાર સહિત નર્સ મહિલા સ્ટાફ તેમજ કિર્તીભાઈ ભટ્ટ અમરેલીથી ઉપસ્થિત રહેલ તેમજ ગાયત્રી શક્તિ પીઠના મેનેજીંગ ડીરેક્ટર રમણીકભાઈ ગોરડીયા, સેક્રેટરી ભુપતભાઈ જોશી, ભરતભાઈ, હરેશભાઈ, ગોવિંદભાઈ, કિશોરભાઈ, ચંદુભાઈ, ડોડીયાભાઈ સહિતે ખૂબ જ સેવા આપેલ.

Previous articleહિંમતનગર સહિત જીલ્લામાં મળેલો મિશ્ર પ્રતિસાદ ઈડર, વડાલીમાં સજજડ બંધ પળાયા બાદ દુકાનો ખુલી
Next articleરાજુલામાં સૌપ્રથમવાર ૬૧ લાખના ખર્ચે થનાર રોડનું ખાતમુર્હુત કરાયું