કોમ્પ્લેક્ષના ત્રીજા માળની દુકાનમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત

0
737

શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા અને શેરડીપીઠના ડેલામાં આવેલ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે દુકાનની અંદર આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. જેની પાસેથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસે જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ, શહેરની મેઈનબજારમાં આવેલ શેરડીપીઠના ડેલામાં અલાના કોમ્પ્લેક્ષમાં દરજીની દુકાન ધરાવતા ભરતભાઈ ભાયચનભાઈ અજવાળીયા ઉ.વ.પ૦ જેઓ અપરણિત હોય અને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે કંટાળી ગયા હોય જેનાથી કંટાળી જઈ દુકાનના ત્રીજા માળે આવેલ ખાલી દુકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા ગંગાજળીયા પોલીસ દોડી જઈ તપાસ કરતા તેમની પાસેથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં કોઈનો વાક નથી-કંટાળી જઈ પગલુ ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here