વિશેષ મતદાર સુધારણા ઝુંબેશનો પ્રારંભ

939

આગામી વર્ષ ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીઓ પૂર્વે સમગ્ર દેશમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ ૨૦૧૮-૨૦૧૯નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ ભાવનગર શાખા દ્વારા ભાવનગર શહેર જિલ્લાના લોકો માટે મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ૨૦૧૮-૧૯ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ભારતના નાગરિકો ચૂંટણી સમયે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદારયાદીમાં પોતાનું નામ હોવુ જરૂરી છે. સમય સાથે આ યાદી પણ અપડેટ થઈ રહી છે અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી હજુ પણ આ યાદીને અદ્યતન કરવામાં આવી રહી છે પ્રત્યેક મતદારના ફોટા સાથેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સ્ત્રી, પુરૂષો તથા ત્રીજી જાતીના લોકો મતદારયાદીમાં પોતાના નામની ચકાસણી કરી શકે કે કોઈ સુધારા વધારા માટે આ બિએલઓ તથા પોલીંગ બુથનો સંપર્ક કરી શકશે.

Previous articleપાલીતાણા કન્યા વિદ્યાલયમાં જૈન મુનિનું વ્યાખ્યાન યોજાયું
Next articleઈશ્વરિયાના કાર્યકર્તા- પુર્વ સરપંચ મુકેશ પંડિતને કર્મશ્રી પદક એનાયત