સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો

1062

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ચોથા દિવસે પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. તીવ્ર મોંઘવારીના કારણે સામાન્ય લોકો ખુબ પરેશાન છે અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભાવ વધારાની સામે મેદાનમાં હોવા છતાં આની કોઇ અસર દેખાઇ રહી નથી.

આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૮૩.૬૧ સુધી પહોંચી ગઇ હતી. મુંબઇમાં ૮૮.૧૨ સુધી અને ચેન્નાઇમાં ૮૩.૯૧ સુધી પહોંચી ગઇ હતી. આવી જ રીતે કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં ડીઝલની કિંમત ક્રમશ ૭૫.૬૮, ૭૭.૩૨ અને ૭૬.૯૮ સુધી પહોંચી ગઇ હતી.

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવની સામે રાષ્ટ્રવ્યાપી નવી ચર્ચા છેડાઇ ગઇ છે. ચર્ચાના કેન્દ્રમાં મોદી સરકાર રહેલી છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગૂ કરે છે જ્યારે રાજ્ય સરકારો વેટ અને અન્ય સેસ લાગૂ કરે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટે કોઇ સંકેત આપ્યો નથી. વર્તમાનમાં પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં લેવીનો આંકડો ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટર છે જ્યારે ડીઝલ ઉપર લેવીનો આંકડો પ્રતિલીટર ૧૫.૩૩નો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વેટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે. તેલંગાણામાં વેટનો આંકડો ડીઝલ પર ૨૬ ટકાનો છે.પેટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વેટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે. તેલંગાણામાં વેટનો આંકડો ડીઝલ પર ૨૬ ટકાનો છે.   ફ્યુઅલની કિંમતમાં નવેસરનો વધારો હવે આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં તીવ્ર  વધારાના સંબંધમાં છે.પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો એવા સમય પર કરવામાં આવી રહ્યો છે જ્યારે લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં આની સીધી અસર થઇ શકે છે. ભાજપ સરકાર આને લઇને સાવધાન રહે તે જરૂરી છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી  છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે. સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત વધારો કરવામાં આવી રહ્યો છે. કિંમતોમાં વધારો થવા માટે આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓને વધારે નાણાં ખર્ચ કરીને ઓઇલ ખરીદવાની ફરજ પડી રહી છે. રૂપિયામાં ઘટાડાના પરિણામ સ્વરુપે તેલ કંપનીઓને ક્રૂડ માટે ડોલરમાં ચુકવણી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડી રહ્યા છે. ઇરાનની તેલ નિકાસ ઘટી છે જેના પરિણામ સ્વરુપે ઉછાળો આવી રહ્યો છે.  પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવના કારણે મોદી સરકારને આગામી મહિનાઓમાં ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે. સરકારનુ ઉદાસીન વલણ તેને ભારે પડી શકે છે. ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે ઇન્ડિયન બાસ્કેટમાં ક્રૂડની કિંમત ૪૮.૮૩ સુધી પહોંચી ગઈ છે. એક બેરલમાં ૧૫૯ લીટર હોય છે જેથી પ્રતિલીટર ક્રૂડની કિંમત ૩૦.૭૧ રૂપિયા હોય છે. પ્રતિલીટર ક્રૂડની કિંમત ૪૯૨૩ રૂપિયા છે અને એક બેરલમાં ૧૫૯ લીટર હોય છે જેથી પ્રતિલીટર ક્રૂડની કિંમત નક્કી કરવામાં આવે તો ૩૦.૭૧ રૂપિયા થાય છે. વિદેશથી આવેલા ક્રૂડ ઓઇલના જથ્થાની ભારતની રિફાઇનરીમાં રિફાઇન્ડ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. રિફાઈન્ડ થયા બાદ પેટ્રોલ પંપ સુધી કિંમતો પહોંચે છે. હવે પંપ ડીલરોના કમિશનને પણ જોડવામાં આવે છે. ૧૯મી જૂન ૨૦૧૭થી સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં દરરોજ વધારો કરવાની વ્યવસ્થા અમલી કરાઈ હતી.

Previous articleહેરાલ્ડ કેસમાં રાહુલ, સોનિયા ગાંધીની અરજી ફગાવી દેવાઈ
Next articleનીરવ મોદીની બહેન પૂર્વી મોદી વિરૂધ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી