નિવૃત્ત થતા પા.પુ. બોર્ડના સિનિયર કલાર્કનો વિદાય સમારોહ યોજાયો

0
274

તાજેતરમાં પાણી પુરવઠા બોર્ડમાં કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, પાનવાડી ભાવનગરમાં ફરજ બજાવતાં બકુલભાઈ પી. રાજયગુરૂ સી.કલાર્ક વયમર્યાદના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાયમાન સમારોહ યોજાયેલ. આ પ્રસંગે પી.બી. પટેલ, અધિક્ષક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વર્તુળ, ભાવનગરે સુકન રૂપે શ્રીફળ સાંકરનો પડો, સોલ, સ્મૃતિચિંહ એનાયત કરી કહેલ કેર ાજયગુરૂએ જલસેવાને આવશ્યક સેવા ગણી સમય, સંજોગો અને પરિસ્થિતિમાં અટલ, અડોલ, અથક બની સેવા બજાવવા બદલ સન્માનીત કરેલ.  આ પ્રસંગે એચ.સી. ચૌહાણ કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભા, બોટાદ અને કે.કે.બોદરા, કાર્યપાલક ઈજનેર જા.આ.બાં. વિભાગ, ભાવનગર તથા નાયબ કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ભાવનગર વલ્લભીપુર તળાજા, મહુવા, સિહોર, ઉમરાળા, બરવાળા, બોટાદ, પાલિતાણાના અધિકારી / કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. બી.પી.રાજયગુરૂ સી. કલાર્કએ જલ સેવામાં યોગદાન આપવા બદલ દરેક કર્મચારી ભાઈઓ/બહેનોનો સન્માનીત કરવા બદલ આભાર માનેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, બરવાળાના એમ.બી.પાઠકે કરેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here