જાફરાબાદની સંઘવી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી

665

સ્વતંત્ર ભારતના પુર્વ રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભરત રત્ન, ઉત્તમ વકતા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે. એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિન પ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ તરીકે જાણીતો થયો.

જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત ટી.જી. સંઘવી તથા જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા તથા ગીતાબેન કે. મહેતા ઉચ્ચ પ્રાથમિક શાળામાં તા. ૮-૯-ર૦૧૮ને શુક્રવારના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષકદિનના ભાગરૂપે સમગ્ર શૈક્ષણિક કાર્યનું સંચાલન કર્યું હતું. આચાર્ય તરીકેબ ારૈયા નેહાબેન અને સુપરવાઈઝર તરીકે ટાંક ચાંદનીબેને ભુમિકા ભજવી હતી અને કાર્યક્રમને અંતે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના દિવસભરના પ્રતિભાવો રજુ કર્યા હતાં. તથા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

Previous articleનિવૃત્ત થતા પા.પુ. બોર્ડના સિનિયર કલાર્કનો વિદાય સમારોહ યોજાયો
Next articleધંધુકામાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન