જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિત્તે મેડીકલ કેમ્પ સહિત કાર્યક્રમો યોજાયા

1178

જીતુભાઈ વાઘાણી હંમેશા પોતાના જન્મદિન સેવાકિય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવાતા હોય એ જ રીતે આજે ભાવનગર પશ્ચિમમાં ન.પ્રા.શિ. સમિતિમાં ધો.૧માં નુતન પ્રવેશ પામેલ ૧૬૦૦ બાળકોને સ્કુલ બેગ સાથે શૈક્ષણિક કીટ (સ્કુલ બેગ-ચિત્રપોથી-કલર બોક્સ-સ્કેલ-રબ્બર-પેન્સિલ) તથા ર૯૦ દિવ્યાંગ તથા ૧ર૦૦ અનાથ બાળકોને ૧ (એક) જોડી કપડા આપવામાં આવેલ.

આજે હાદાનગર ખાતેની શાળામાં યોજાયેલ આરોગ્ય કેમ્પમાં અલગ-અલગ વિભાગોમાં પપ૦ જેટલા દર્દીઓએ પોતાના રોગનું નિદાન કરાવેલ અને દવા પણ મેળવેલ. ૯પ૦ જેટલા લાભાર્થીઓએ આંખની ચકાસણી કરાવેલ અને નંબરના ચશ્મા મેળવેલ.

આજરોજ આ કેમ્પમાં રેડક્રોસ સંસ્થામાં ૧૩ ચક્ષુદાન માટે, ૧૩ દેહદાન માટે અને ૮ અંગદાન માટેના સંકલ્પ પત્ર ભરાયેલ આ મેડીકલ કેમ્પમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા સર ટી. હોસ્પિટલમાં રૂા.પ લાખ ડીઝીટલ એક્સ-રે મશીન માટે ફાલવેલ.

આજના દિવસે સર ટી. હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ફ્રુટ વિતરણ અને તાપીબાઈ વિકાસ ગૃહ, અંધ ઉદ્યોગ શાળા, અંકુર મંદબુધ્ધિના બાળકો, રક્તપીતીયા હોસ્પિટલ-રૂવાપરી, વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ-ઘોઘાસર્કલ, શાહ ખીમચંદ (બહેરા-મુંગા શાળા), નંદકુંવરબા બાલાશ્રમ એમ કુલ અલગ-અલગ સંસ્થામાં ૧૬૦૦ વ્યક્તિઓએ ભોજન લીધેલ.

આ કાર્યક્રમમાં સંતો-મહંતો તથા સંસદ ભારતીબેન શિયાળ, મેયર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મહાનગર પદાધિકારીઓ, નગરસેવકો, ઉદ્યોગપતિઓ-વેપારીઓ, સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસુભાષનગરના મફતનગરમાં તીનપત્તી રમતા પાંચ ઝડપાયા
Next articleસામવેદી શ્રાવણી રક્ષાબંધન બળેવ