સંતકવરરામ ચોક નજીક થયેલ ફાયરીંગનો ફરાર આરોપી ઝડપાયો

0
385

શહેરનાં સંતકવરામ ચોકમાં ૧૭ દિવસ પહેલાં જુની અદાવતે ફાયરીંગ કરી યુવાનને ગંભીર ઈજા કરવાનાં ગુનામાં ફરાર આરોપીને એલ.સી.બી. ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ગઇ તા.૨૪/૦૮નાં રોજ મોડી રાતનાં દોઢેક વાગ્યે નંદલાલ પંજુમલ રોહિડા રહે.સીંધુનગર, ભાવનગર વાળા ભાવનગર, કાળાનાળા, સંત કંવરરામ ચોક, અશોક જયુસ સેન્ટર સામે તેનાં મિત્ર દિનેશભાઇ મોહનલાલ સાથે ઉભા હતાં.  ત્યારે રવિ ધરમદાસ મટનવાળો તથા ભરત ગોરધનદાસ વલેચા ડીઓ સ્કુટર ઉપર આવી ભરત વલેચા એ નીચે ઉતરી દિનેશનો કાંઠલો પકડી ગાળો દઇ પોતાની પાસે રહેલ ગનમાંથી ફાયરીંગ કરી દિનેશનાં પેટનાં ભાગે ગોળી મારી ભાગી ગયેલ હતાં.જે અંગે નંદલાલ પંજુમલ રોહિડા ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવેલ.

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, વાઘાવાડી રોડ,શામળદાસ કોલેજની સામે રોડ ઉપર આવતાં પો.કો. ચિંતનભાઇ મકવાણાને બાતમીરાહે હકિકત મળેલ કે,નિલમબાગ પો.સ્ટે. ઇ.પી.કો. કલમઃ-૩૦૭, ૫૦૪,૫૦૬ (૨) તથા આર્મ્સ એકટ કલમઃ-૨૫ (૧-એ),૨૭(૨)મુજબનાં ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપી રવિ ધરમદાસ વલેચા રહે.મફતનગર,સિંધુનગર, ભાવનગર વાળો શામળદાસ કોલેજનાં મેઇન ગેટ પાસે૪વાઘાવાડી રોડ ઉપર બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ તથા વ્હાઇટ-ક્રિમ કલરનું ટીશર્ટ પહેરીને ઉભેલ છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી રવિ ધરમદાસ વલેચા  હાજર મળી આવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ  માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here