દામનગરમાં શામવેદી બ્રાહ્મણોએ પરંપરા મુજબ બળેવ પર્વ ઉજવ્યો

1002

ભાદરવા સુદ બીજને મંગળવાર તા.૧૧-૯ના રોજ દામનગરમાં વસતા શામવેદી બ્રાહ્મણોએ ઋષી પરંપરા મુજબ બળેવ પર્વની ઉમંગ પૂર્વક ઉજવણી કરી હતી.

અહિંના કુંભનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શામવેદી ભુદેવો શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઋષી પુજન, પિતૃ તર્પણ કરી, ગાયત્રી મંત્રોચ્ચારનો નાદ કરી જનોઈ બદલાવી હતી.

શાસ્ત્રી શુક્લ ઈન્દ્રવદનભાઈ અને જીતેન્દ્રભાઈ શુકલે વિધિ કરાવી હતી.

Previous articleહાર્દિક પટેલની મુલાકાતે સંજયસિંહ
Next articleજાફરાબાદ પંથકનાં ગણેશોત્સવમાં હીરાભાઈ સોલંકી દ્વારા મૂર્તિઓ અપાઈ