ફરીથી ભીષણ અથડામણમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ ઠાર

0
685

જમ્મુકાશ્મીરના કુપવાડા જિલ્લામાં આજે સવારે સેનાએ એક મોટુ ઓપરેશન સફળ રીતે પાર પાડય્‌ ુહતુ. જેમાં બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. ત્રાસવાદીઓની સામે આ કાર્યવાહી કુપવાડામાં જિલ્લાના ગુલુરા ગામમાં કરવામા ંઆવી હતી. આ ઓપરેશનમાં ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી સેનાએ બે એકે-૪૭ રાઇફલ અને અન્ય હથિયારો જપ્ત કર્યા હતા. એમ માનવામાં આવે છે કે માર્યા ગયેલા બંને ત્રાસવાદીઓ કુપવાડામાં કોઇ ત્રાસવાદી હુમલાને અંજામ આપવા માટે પહોંચ્યા હતા. સેનાને ગુપ્તચર વિભાગ પાસેથી માહિતી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સોમવારે મોડી રાત્રે ગુપ્તચર વિાગે કુપવાડાના હેન્દવાડા વિસ્તારમાં સ્થિત ગુલુરા ગામમાં બે ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી આપી હતી. જેના આધાર પર સેનાની ૩૦ રાષ્ટ્રીય રાઇફલ, જમ્મુ કાશ્મીર પોલીસની ટીમ અને કેન્દ્રિય રીઝર્વ પોલીસ ફોર્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામા ંઆવ્યુ હતુ. ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ ત્યારે એકાએક અથડામણ શરૂ થઇ હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યે કાર્યવાહી સેનાએ શરૂ કરી હતી. ત્યારબાદ બે કલાક સુધી ગોળીબાર ચાલ્યા બાદ બંને ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.

બીજી બાજુ ગઇકાલે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના  પાટનગર શ્રીનગરમાં ત્રાસવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જમ્મુ કાશ્મીરમાં સલેના અને સુરક્ષા દળોના મોટા ઓપરેશનના કારણે ત્રાસવાદીઓમાં હાલમાં ભારે ફફડાટ છે. ત્રાસવાદીઓ હાલના સમયમાં તેમની અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. મોટા ભાગના ત્રાસવાદી લીડરોને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધા છે. મોટા સંગઠનમાં લીડર બનવા માટે ત્રાસવાદીઓ હવે તૈયાર થઇ રહ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here