આધાર કાર્ડનું સોફ્ટવેર હેક થયાના અહેવાલ માત્ર અફવા : UIDAI

0
499

UIDAIએ આધાર સોફટવેરનું કથિત રીતે હેકિંગ થયાના સમાચારને નકારી દીધા છે. મંગળવારના રોજ સત્તાવાર રીતે નિવેદન રજૂ કરીને  UIDAI એ કહ્યું કે સોશિયલ અને ઓનલાઇન મીડિયામાં આધાર ઇનરોલમેન્ટ સોફટવેરને કથિત રીતે હેક કરાયાનો રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો છે. નિવેદન પ્રમાણે રિપોર્ટમાં દાવો કરાયેલ દાવો આધારહીન અને ડેટાબેસમાં ઘૂસપેઠ શકય જ નથી.

ત્રણ મહિનાના લાંબી શોધખોળ બાદ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આધારના ડેટાબેસમાં એક સોફટવેર પેચ દ્વારા ડેટા જાણી શકાય છે. પેચથી આધારના સિક્યોરિટી ફીચરને બંધ કરી શકાય છે. ‘હફપોસ્ટ ઇન્ડિયા’ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોઇપણ અનધિકૃત વ્યકિત માત્ર ૨૫૦૦ રૂપિયામાં સરળતાથી મળનાર આ પેચ દ્વારા દુનિયામાં કયાંયથી પણ આધાર આઇડી તૈયાર કરી શકે છે.

ત્યારબાદ UIDAIએ કહ્યું કે કોઇપણ ખાનગી હિતોના લીધે જાણીજોઇને લોકોના મગજમાં ભ્રમ પેદા કરવાની કોશિષ કરાઇ રહી છે. જે સંપૂર્ણપણે અનુચિત છે. નિવેદન પ્રમાણે રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે પેચ આધાર ડેટાબેસમાં સુરક્ષિત માહિતી સુધી પહોંચવાની કોશિષ કરતું નથી.

પ્રાધિકરણનું કહેવું છે કે આધાર રજૂ કરતાં પહેલાં UIDAI વ્યક્તિની તમામ બાયોમેટ્રિક (૧૦ આંગળીઓ અને બંને આંખ)ને મળાવાનું તમામ આધાર હોલ્ડર્સના બાયમોટ્રેક્સિથી કરે છે. પ્રાધિકરણે આશ્વાસન આપતા કહ્યું છે કે તેમની તરફથી માહિતીની સુરક્ષા માટે દરેક શકય પગલાં ઉઠાવ્યા છે.

તેમાં સોફટવેર (જે કોઇ ડિસ્કમાં સેવ થતા પહેલાં ડેટાનું વિશ્લેષ્ણ કરે છે), દરેક ઇનરોલમેન્ટનો સમય યુનિક મશીન રજીસ્ટ્રેશન પ્રોસેસથી ઓળખ, ટેમ્પર પ્રુફિંગ દ્વારા ડેટાની સુરક્ષા વગેરે કરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here