હોટ ઇશા ગુપ્તા ફેશન અને ફિટનેસ અંગે સાવધાન છે

0
615

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તા  ફિટનેસ અને ખુબસુરતીને જાળવી રાખવા માટે હમેંશા સાવધાન રહે છે. તે આ મામલે કોઇ બાંધછોડ કરતી નથી. હવે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા ધરાવે છે. તેની પાસે કેટલાક પ્રોજેક્ટ પણ હાથમાં આવ્યા છે.જો કે તે હાલમાં વિગત આપવા માટે તૈયાર નથી. તે મલ્ટી સ્ટાર ફિલ્મોને લઇને પણ પરેશાન નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે પ્રયાસ કરે છે. તેના હાલમાં જ જારી કરવામાં આવેલા સેક્સી ફોટાને લઇને ફરી ચર્ચામાં છે.  તેની પાસે હવે હિન્દીની સાથે સાથે તમિળ અને તેલુગુ ફિલ્મ પણ આવી રહી છે. તેની હિન્દી ફિલ્મ બાદશાહો  હાલમાં રજૂ કરવામાં આવી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.  ઇશાએ કહ્યુ છે કે તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. ૩૧ વર્ષીય સ્ટારે કહ્યુ છે કે તે ખિલાડી સ્ટાર સાથે રોમાન્સ કરવા માટે ઇચ્છ્‌કુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here