સેકટર-રર ખાતે મનપા દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧પ૦૦ થી વધુ નાગરિકોએ લાભ લીધો

1463

આજરોજ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સેકટર-રર જૈન દેરાસર ખાતે વોર્ડ નં. ૩ અને ૪ એટલે કે સેકટર ૧૯, ર૦, ર૧, રર, ર૩, ર૪, રપ, ર૬ અને સેકટર – ૩૦ ના નાગરિકોને સરળતાથી, ત્વરાથી અને ઝડપી સેવા મળે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સરકારના તમામ વિભાગના અધિકારીઓએ ખૂબ જ સુંદર કામગીરી બજાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા વિષય અને વિભાગને લગતી ૧પપ૩ અરજીઓ આવી હતી જેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન જરૂરી તમામ અરજી ફોર્મની નિશુઃલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ જરૂરી પુરાવા માટે ઝેરોક્ષ અને લેમીનેશનની વ્યવસ્થા કરવામાં આવેલ જેનો કોઈ ચાર્જ લેવામાં આવેલ ન હતો.

આ કાર્યક્રમમાં ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની સ્ક્રીનીંગમાં ૬૧૯ લાભાર્થીઓ જયારે આયુર્વેદિક મેડિકલ સેવાઓમાં ૧૧૪ લાભાર્થીઓએ લાભ લીધો હતો. તેમજ ૯ર લોકોએ આધાર કાર્ડની નોંધણી કરાવેલ હતી.

આ કાર્યક્રમમાં ૧૩ર લોકોને મા વાત્સલ્ય કાર્ડનો લાભ આપવામાં આવેલ તેમજ બેંક એકાઉન્ટ સાથે આધાર લીંક તથા મોબાઈલ લીંક જોડણ પર આપવામાં આવેલ.

Previous articleશહેરની આઠ શૈક્ષણિક સંસ્થાઓમાં ૭ જગ્યાએથી ડેન્ગ્યુના પોરા મળ્યા
Next articleરામજી મંદિર ખાતે કેવડાત્રીજની પુજા વિધિ